આજે વિશ્વ આપઘાત નિવારણ દિવસ
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપધાત નિવારણ સંસ્થા દ્રારા વર્ષ ૨૦૦૩ થી દર વર્ષે ૧૦ મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૮મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે.
સાયકોલોજીસ્ટ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જિલ્લા એન.સી.ડી.એલ. સરકારી હોસ્પિટલ વેરાવળના નમ્રતાબેન મહેતાના જણાવ્યાનુસાર આપઘાત કરવા પાછળનો કારણ માનસિક બિમારી, બેરોજગાર, અભ્યાસમાં નિષ્ફળતા, વ્યવસાયમાં નુકશાની સામાજિક કારણો, પારિવારીક સમસ્યા, આર્થિક તંગી સહિતના કારણોથી વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાય છે. વર્ષ ૧૯૭૧માં ૪૩.૬૪ વર્ષ ૧૯૯૨માં ૮૦.૧૫, વર્ષ ૨૦૦૦મા ૧૦૮.૫૯ અને વર્ષ ૨૦૧૮માં ૧૩૪.૫૨ ટકા આપઘાતના બનાવો બન્યા હતા. દિનપ્રતિદિન આપઘાતનું પ્રમાણ વધતુ જાય છે તે એક ચિંતાનો વિષય છે. અમુલ્ય માનવ જિંદગી મળ્યા બાદ જીવન કાળ દરમ્યાન અનેક સફળતા નિષ્ફળતા મળવી એ નિત્યક્રમ છે. પરંતુ જીંદગીથી ક્યારેય પણ નાસીપાસ થવું જોઇએ નહી અને કુદરતે આપેલી જીંદગીથી કંટાળી આપઘાતનો વિચાર કયારેય પણ લોકોએ કરવો નહીં. આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્તા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.