ખાવા પીવાની વસ્તુઓ મુદ્દે લોકોમાં ઘણી ભ્રમકતાં હોય છે .શું ખાવું અને શું ન ખાવું તે મુદ્દે લોકોમાં ઘણી અફવાઓ પણ હોય છે.કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે પરંતુ લોકોમાં સાચી માહિતીનો અભાવ જોવા મળે છે.તો જાણી એ એવા ક્યાં ખોરાક છે જે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે:
૧. બટેટા :
લોકોનું માનવું એમ છે કે બટેટા ખાવાથી વજન વધે છે પરંતુ જો બટેટાને યોગ્ય રીતે રાંધવામાં આવે તો તેના દ્વારા શરીરને ઘણા પોષકતત્વો પણ મળી શકે છે.બટેટાને રાંધતી વખતે તેને બાફવાની બદલે શેકવા જોઈએ.બટેટાનું જ્યુસ પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે .
૨. ઈંડાની જરદી:
સામાન્ય રીતે લોકો ઈંડાને તો લોકો ખાય છે પરંતુ તેની અંદરની જરદીને લોકો ખાતાં નથી.ઈંડા તો પ્રોટીનથી ભરપૂર હોય જ છે પરંતુ તેની જરદીમાં જ વિવિધ પ્રકારના પ્રોટીન ,ફાયબર,ફોસ્ફરસ અને મિનરલ્સ હોય છે તેથી સ્વસ્થ આરોગ્ય માટે ઈંડાની જરદી આવશ્યક છે.
૩. ઘી :
દરેક ભારતીય માતાના પ્રેમનો પર્યાય શબ્દ એટલે ઘી.પહેલાનાં સમયમાં લોકો શરીરને પ્રોટીન આપવા માટે બધા જ ખોરાકમાં ઘી નાખવામાં આવ્યું પરંતુ અત્યારના લોકો ડાયટ અને હેલ્થને લઈને વધુ જાગૃત બન્યા ઘી ખાવાનું ટાળે છે પરંતુ ઘીનું સેવન કરવાથી અઢળક ફાયદાઓ થાય છે જેમ કે ઘી હાડકાં મજબૂત કરવાથી લઇને સુંદરતામાં પણ વધારો કરે છે.ઘીનું સેવન પાચનમાં પણ મદદરૂપ થાય છે.
૪. ડાર્ક ચોકલેટ :
ચોકલેટ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય પરંતુ તેને સ્વાસ્થ્ય અવરોધક માનવામાં આવે છે.ચોકલેટમાં શુગર હોય છે જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.ચોકલેટમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે તેમાં ડાર્ક ચોકલેટનું સેવન કરવું હેલ્થ માટે ફાયદાકારક છે. ડાર્ક ચોકલેટનો કડવો સ્વાદ બ્લપ્રેશરન ઘટાડવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે.