– શુ તમને ખબર છે. ૨૦૦ ઇમારતોમાંથી વિશ્ર્વની આ સાત અજાયબીઓની પસંદ કરવાની પહેલ સ્વીસ કોર્પોરેશન ન્યુ ૭ વંડસે ફાઉન્ડેશને કરી હતી. પરંતુ આ વંડર્સમાં ઘણી એવી રહસ્યમય બાબતો છે જે તમે ક્યારેય સાંભળી હશે નહી તો ચાલો જાણીએ તેની આ રહસ્યમય ઘટનાઓ વિશે…
૧- તાજમહલ :-
તાજમહલ આમ તો મોગલ વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમુનો ગણવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આપણી શાન તાજમહલ અસલમાં કુતબમિનારથી પણ ઘણો લાંબો છે જો કે તાજમહલ દેખાવમાં નાનો લાગે છે. પરંતુ જાણીને આશ્ર્ચર્ય થશે કે કુતુબમિનારની ઉંચાઇએ વ્હાઇટ તાજમહલ કરતા લગભગ ૫ ફુટ ઓછી છે.
૨- રોમન કોલોસિયમ :
કહેવામાં આવે છે કે રોમન કોલોસિયમ જ્યારે બન્યું હતું ત્યારે શ‚આતના ૧૦૦ દિવસોમાં લગભગ ૨૦૦૦ તલવાર બાજોને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેમજ બીજા આશરે ૫૦૦૦ જેટલા જાનવરો પણ મરી ગયા હતા. પરંતુ ખાસ વાત એ છે કે મોતના આ મહેલને કેપિટલ પનિશમૈટની સમક્ષ ચલાવવામાં આવતી એક મુહિમમાં ઉપયોગ કરવામાં આવે છે.
૩- ચિચેન ઇત્ઝા
ચિચેન ઇત્ઝાએ એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છે. જે આજના મેક્સિકોના ઉતરી મધ્ય યુક્તાન દ્વીપકલ્પમાં આવેલ છે તેમજ આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયેલુ છે.
– પરંતુ ચિચેન ઇત્સાના પિરામિડસમાં ‘એલ કાસ્તિલે’ નામનું એક એવુ સ્ટ્રક્ચર છે જે ઇક્વિર્નાક્સનો દિવસ એટલે કે વર્ષનો એવો ખાસ દિવસ જ્યાં દિવસ અને રાત બરાબર થાય છે. સુરજની રોશનીથી આ હિસ્સો એક સાપની જેમ જગમગી ઉઠે છે.
૪- પેટ્રા :
જોર્ડનમાં બનાવેલુ આ પેટ્રા લગભગ ૫૦૦ વર્ષોથી ગુમ થયેલુ હતુ. જેની જાણ કોઇ લોકોને ન હતી પછી ૧૮૧૨માં સ્વિઝરલેન્ડના જોહાન લુડવિંગ હાર્ટ નામક એક ખોજીએ હોર પર્વત, મૃત સમુદ્રથી અકબાની ખાડીની વચ્ચે પથારાયેલા વિશાળ ખીણપ્રદેશમાં આવેલી પર્વતમાળામાં શોધી કાઢ્યુ હતું.
૫- માચુ પીછૂ
માચુ પીછૂની એક રહસ્ય વાત એ છે કે માચુપીછુ એવી રીતે બનાવામાં આવ્યું છે કે જ્યારે પણ ભુકંપ આવે ત્યારે માચુ પીછુના પથ્થરો નાચવા લાગે છે અને ભુકંપ ખત્મ થયા પછી તે પોતાની જગ્યાએ પાછા આવી જાય છે.
૬- ચીનની વિખ્યાત દિવાલ
આ દિવાલની ખાસ બાબત એ છે કે, જે મિક્સર (ગારો)થી આ પથ્થરોને જોડવામાં આવ્યા છે તે મિક્સર ચોખાના લોટમાંથી બનાવામાં આવ્યું હતું.
૭- ક્રાઇસ્ટ ધ રિડીમર
– ક્રાઇસ્ટ ધ રિડીમર સ્ટેચુએ પોલ લૈંડોકી એ બનાવ્યું હતું. અને તેના પહેલા ઓસ્વલ્ડ નામક અને ભાઇ સાહેબએ આ સ્ટેચ્યુની ડિઝાઇન તૈયાર કરી હતી. જેમાં એક હાથમાં ગ્લોબ ન હોવાને કારણે આ આઇડિયાને રિઝેક્ટ કરવામાં આવ્યો હતો.