સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી આઇ.કયુ.એ.સી. વિભાગ અંતર્ગત નેકના એફેડીએકનના ઉપયોગીતા સંદર્ભના રાજકીય વર્કશોપનો પ્રારંભ : શિક્ષણવિદો જોડાયાં
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના વડપણ હેઠળ આઇકયુએસી વિભાગ દ્વારા એનએફડીડી હોલ ખાતે યોજાયેલ એનએસીસી ના એફ્રીડીએકનની ઉપયોગીતા સંદર્ભે રાષ્ટ્રીય વર્કશોપમાં સૌરાષ્ટ્રભરની વિવિધ કોલેજોના અને યુનિવસીર્ટીના વિવિધ ભવનોના આસિસ્ટ્રન્ટ પ્રોફેસરો, પ્રોફેસરો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
એક દિવસીય નેશનલ વર્કશોપની ભૂમિકા અને સ્વાગત પ્રવચન આપતા વર્કશોપના સેકેટરી અને આઇકયુએસી વિભાગના કો.ઓડીનેટર પ્રો. આલોક ચક્રવાલે આઇકયુએસી ની વિવિધ પ્રવૃતિ અંગે વિસ્તૃત માહીતી આપી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.આઇકયુએસીના ડારેકટર પ્રો. ગીરીશ ભીમાણીએ આઇકયુએસીની ભુમીકા અને કામગીરી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. ભીમાણીએ જણાવ્યું હતું કે શિક્ષણમાં સતત નવીનતા સાથે સંશોધનને વેગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનીવસીર્ટીએ ગોલ્ડન જયુબેલી વર્ષ-૨૦૧૭ અંતર્ગત દરેક ભવનોને સેમીનાર અને વર્કશોપ માટે રૂ. ૩ લાખ તથા અઘ્યાપકોને રિસર્ચ માટે રૂ. ૧ લાખ અને પુસ્તક પબ્લિકેશન માટે રૂ ૨૫ હજારની ફાળવણી કરી છે.
વર્કશોપના અઘ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનીવસીર્ટીના ડાયનેમીક વાઇસ ચાન્સલર પ્રો. પ્રતાપસિહ ચૌહાણે પોતાના વ્યકતવ્યમાં સૌરાષ્ટ્ર યુનિ. ને ૨૦૧૯માં એ-યુનિવસીર્ટીનો દરજજો આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
આઇકયુએસી વિભાગ સાથે અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ કડીરુપ કામગીરી કરી શિક્ષણક્ષેત્રે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની ગરીમા વધુ ઉજજવળ બનાવવા માટેનું આહવાન કર્યુ હતું.
નેશનલ વર્કશોપના કિ-નોટ સ્પીકર અને રીજીઓનલ કોઓર્ડીનેટર તથા અને નોર્થ ઇસ્ટ ઝોનના એડવાઇઝર (એનએસીસી કમીટી બેંગલોર) ડો. બી. એમસ મધુકરે બહુ જ સરળ ભાષામાં એનએસીસી એસેસમેન્ટ માટેના વિવિધ પડકાર અને તેમાં આઇકયુએસી ભૂમિકા બાબતે માહીતી આપી હતી. તેઓએ યુનિવસીર્ટીની તમામ કોલેજોને એનએસીસી એક્રીડીએશન મેળવવા માટે એક રોડમેપ તૈયાર કરી તબકકાવાર કામગીરી કરવા શીખ આપી હતી. ડો. મધુકરે જણાવ્યું હતું કે, ગુણવતા સાથે કયારેય બાંધછોડ કર્યા વગર સતત બદલતા જતા શિક્ષણ પ્રવાહ સાથે તાલમેલ સાધી શૈક્ષણિક સંસ્થાઓએ બદલાવ માટેનું નેતૃત્વ લેવાની તૈયારી રાખવી જોઇએ.
ભારતમાં એનએસીસી એક્રીડીએશન બાબતની ૨૮/૩/૨૦૧૭ ની પરિસ્થિતિ અંગે ઉજાગર કરતા ડો. મધુકરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતમાં એ ગ્રેડ ધરાવતી ૧૯૩, બી ગ્રેડ ધરાવતી ૧૦૮ અને સી ગ્રેડ ધરાવતી ૩ યુનિવસીર્ટીઓ છે. જયારે કોલેજોની સંખ્યા ઉપર નજર કરીએ તો દેશમાં એ ગ્રેડ ધરાવતી ૧૫૧૪, બી ગ્રેડ ધરાવતી ૪૬૫૬ અને સી ગ્રેડ ધરાવતી ૭૪૬ કોલેજો છે. જયારે ગુજરાતી શૈક્ષણિક સંસ્થાઓમાં એ ગ્રેડ યુનિવસીર્ટીની સંખ્યા ૧૩, બી ગ્રેડમાં પ યુનિવસીર્ટીનો સમાવેશ થાય છે. જયારે કોલેજોની એનએસીસી એક્રીડીએશનની સંખ્યા જોઇએ તો એ ગ્રેડ ધરાવતી ૩૮, બી ગ્રેડ ધરાવતી ૩૪૪ અને સી ગ્રેડ ધરાવતી ૭૭ કોલેજોનો સમાવેશ થાય છે. ડો. મધુકરે શિક્ષણક્ષેત્રે સર્વાગી વિકાસ માટે એનએસીસી એક્રીડીએશન માટે કાર્યરત થવા અનુરોધ કર્યો હતો