કુદરતે આપણને ઘણી કિંમતી વસ્તુઓ ભેટ આપી છે જેમ કે ઊંચા પર્વત, નદી ,સરોવર,ધોધ,વૃક્ષો, જંગલો જેને જોવાથી મન પ્રફુલિત થઈ જાય છે. કુદરતના સ્વરૂપ બધી જ જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક રણની માટી તો ક્યાંક ઊચા પર્વતોની વચ્ચે વહેતા ધોધ તો ક્યાક સુંદર જંગલ જ્યાં જતાં જ આપણે હળવાશ અનુભવીએ શકીયે છીએ.

25E34A2E00000578 2962851 image a 9 1424530383852

 

પ્રકૃતિ પ્રેમીઓએ તો ઝરણાને જોવાનો લ્હાવો જીવનમાં એક વખત લેવો જ જોઈએ. તમે હિલ સ્ટેશનમાંથી વહેતા ઘણા ધોધ જોયા હશે, પરંતુ યુએસએ અને કેનેડાની સરહદ પર વહેતો ધોધ તમારા પર કુદરત મહેરબાન હશે તો જ જોયો હશે અથવા ભવિષ્યમાં તો જ જોઈ સકશો. આ ધોધને ‘નાયગ્રા વોટરફોલ’ તરીકે ઓળખવામાં આવે છે. કે જે વિશ્વના સૌથી સુંદર ધોધમાનો એક ધોધ ગણવામાં આવે છે. યુએસએ અને કેનેડાની આંતરરાષ્ટ્રીય સરહદ પર ત્રણ ઝરણાઓનું મિલન થાય છે તેથી તેને સામૂહિક રીતે નિયાગ્રા વોટરફોલ નામ આપવામાં આવ્યું છે. આ ધોધની ઊચાઇ 167 ફિટ છે. આમ, તો આ વોટરફોલ ખૂબસૂરત છે જ પણ શિયાળામાં આ ધોધની સુંદરતા વધુ વધી જાય છે. હાલ, શિયાળાના દિવસોમાં અહી ચોતરફ બરફ વરસી રહ્યો છે. બરફના કારણે સફેદ ચાદર છવાઈ છે.

દર વર્ષે લાખો પ્રવાસીઓ આ સુંદર ધોધ જોવા માટે આવે છે. ફરવા માટે તો શ્રેષ્ઠ છે જ પણ કુદરતી રચનાનો આનંદ પ્રાપ્ત કરવા માટે પણ આ શ્રેષ્ઠ સ્થાન છે. લોકો અહીં પહોંચીને કુદરતી સૌંદર્યને માણે છે. એડવેન્ચરના શોખીન લોકો અહી બોટિંગ પણ કરે છે. આ ધોધની સુંદરતા શબ્દોમાં વર્ણવી અશક્ય છે. 167 ફિટની ઊચાઈથી પડતો આ ધોધ આજુ બાજુના વાતાવરણમાં ઝાકળ ફેલાવે છે. રાતના સમયે આ ધોધ અત્યંત રમણીય અને મનમોહક હોય છે. રાત્રે નિયાગ્રા ધોધ રંગબેરંગી પ્રકાશથી ચમકતો હોય ત્યારે તેની આજુ બાજુનું વાતાવરણ પણ પ્રકાશિત થઈ ઊઠે છે. શિયાળા દરમિયાન આ ધોધનું પાણી સંપૂર્ણ રીતે જામી જાય છે અને આસપાસનો વિસ્તાર બર્ફઆચ્છાદિત બની જાય છે, આ સમયે અહીનું દ્રશ્ય ક્લ્પનમાં જોયેલ પરી લોક જેવુ લાગે છે.

brentmailman Instagram 1116 ig 1681304126065813054 2850426562 1024x532 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.