વિશ્ર્વની સૌથી નાની ઉંમરે પાયલોટ બનવાનું બહુમાન મેળવી ચુકેલી મહિલા પાયલોટે કહ્યુ કે, ‘ જ્યાં સુધી મે પ્લેન ઉડાવ્યુ ન હોતુ ત્યાં સુધો તો હું પ્લેનમાં બેઠી પણ ન હોતી ’ મધ્યમ પરિવારમાંથી આવતી ૩૦ વર્ષીય અન્યા દિવ્યા હાલ દુનિયાભરમાં દેશોમાં પ્લેન ઉડાવીને જાય છે.
તાલીમની શરૂઆત :
ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલ વિજયવાડાની અન્યા દિવ્યાએ ૧૭ વર્ષની નાની ઉંમરે પાયલોટ બનવાનું સ્વપ્ન જોયુ. અને તેને પૂર્ણ કરવા માટે તેણે પોતાના ગામમાં જ આવેલ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી શ‚ થાય છે. તેની સંઘર્ષ કથા…….
સ્કોલરશીપના જરીયે કર્યુ પાયલોટ બનાવાનું સ્વપ્ન :
દિવ્યાએ પોતાને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમી ખાતે એનરોલ કરી હતી જ્યા તેને સ્કોલરશીપ મળી હતી. જેના કારણે તેની કેટલીક મુશ્કેલીઓનો હલ આવ્યો હતો. ત્યાર બાદ મુંબઇ પહોંચીને એર ઇન્ડિયાના જોબ મેળવવા સફળ રહી હતી. અને ત્યારબાદ એડવાન્સ પાયલોટ બનાવાની જર્ની શ‚ થઇ.
અત્યારે ઉડાવે છે. વિશ્ર્વનું સૌથી મોટુ પ્લેન :
હાલમાં તે વિશ્ર્વના સૌથી મોટા વિમાન પૈકી એક બોઇંગ ૭૭૭ને ઉડાવે છે. જેમાં ૩૬૯ પેસેન્જર પ્રવાસ કરે છે. દિવ્યા મહિનામાં ૮૦ કલાક જેટલો સમય આકાશમાં જ રહે છે તે કહે છે કે પાયલોટનો યુનિફોર્મ પહેરતા મને ગર્વ અનુભવાય છે.
પોતાના માતા-પિતાને લઇ આપ્યુ ઘર :
દિવ્યાએ પોતાની જોબ દ્વારા પૈસા બચાવીને પોતાના માતા-પિતાને ઘર પણ લઇ આપ્પુ છે. અને પોતાના ભાઇ-બહેનોને વિદેશ ભણવા પણ મોકલ્યા છે.