આધાર અધિનિયમ ૨૦૧૬ની કલમ ૨૯ હેઠળ ફોજદારી તપાસ માટે આધાર બાયોમેટ્રીક ડેટાનો ઉપયોગ ન ઈ શકે: યુઆઈડી
આધારકાર્ડ લોકોની પ્રાઈવસી છીનવી રહ્યું હોવાના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ચાલતા કાનૂની જંગ વચ્ચે ગઈકાલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા ગુન્હાના ડિટેકશન માટે આધારકાર્ડના બાયોમેટ્રીક ડેટાનો ઉપયોગ કરવા અંગે છૂટછાટ માંગતા આધારકાર્ડની બાયોમેટ્રીક ઓથોરીટીએ સ્પષ્ટ નનૈયો ભણી દઈ એમસીઆરબીની માંગ ફગાવી દઈ આધાર અધિનિયમ ૨૦૧૬ની કલમ ૨૯ હેઠળ બાયોમેટ્રીક વિગતો શેર પણ કરી શકાતી ન હોવાની સ્પષ્ટતા કરી છે.
ગઈકાલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા જણાવાયું હતું કે, દેશમાં દર વર્ષે ૫૦ લાખ ગુન્હાઓ નોંધાઈ છે. જેમાં મોટાભાગના ગુન્હાઓમાં આરોપી પ્રથમ વખત જ ગુન્હો કરતા હોય છે. જેથી આવા ગુન્હેગારોના ફિંગર પ્રિન્ટ પોલીસ પાસે હોતા નથી. વધુમાં પોલીસ પાસે ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરી માટે પુરતો સ્ટાફપણ ઉપલબ્ધ હોતો નથી. આ સંજોગોમાં જો આધારકાર્ડનો બાયોમેટ્રીક ડેટા પોલીસ તંત્રને મળે તો ગુન્હેગારને પકડવા ઉપરાંત ગુન્હાઓનું ડીટેકશન કરવામાં ખૂબ જ સ્પષ્ટતા રહે.
બીજી તરફ આધારકાર્ડ ઓથોરીટીએ એનસીઆરબીના ડાયરેકટરના નિવેદનને ખૂબજ ગંભીરતાી લઈ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આધાર અધિનિયમ ૨૦૧૬ની કલમ ૨૯ હેઠલ કોઈપણ અપરાધિક પ્રવૃત્તિને શોધવા કે તપાસ માટે આધારકાર્ડના બાયોમેટ્રીક ડેટાનો ઉપયોગ કરી શકાતો નથી. જો રાષ્ટ્રહિતમાં આવા ડેટાનો ઉપયોગ કરવાની જરૂરત પડે તો મહુ મર્યાદિત અપવાદ તરીકે કેબીનેટની અધ્યક્ષતામાં દેખરેખ વાળી સમિતીની પૂર્વ મંજૂરી મેળવીને જ આધારકાર્ડનો ડેટા ઉપયોગમાં લઈ શકાય.
ઉલ્લેખનીય છે કે, હાલમાં સુપ્રિમ કોર્ટમાં આધારકાર્ડને લઈને ચાલી રહેલ કેસમાં લોકોની ગોપનિયતાને લઈ સવાલો ઉઠયા છે. ત્યારે આધારકાર્ડ ઓથોરીટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આધાર કાર્ડ ફકત વ્યક્તિની અલાયદી ઓળખ માટેનો જ પુરાવો છે એથી આગળ કશુ નહીં.
આમ નેશનલ બ્યુરો ઓફ ક્રાઈમ રેકોર્ડ દ્વારા ગુન્હેગારોને પકડવામાં તેમજ ગુન્હાહીત કૃત્યોનો ભેદ ઉકેલવા માટે આધારકાર્ડનો ઉપયોગ કરવાની માંગને ખૂબજ ગંભીરતાી ગણી આધારકાર્ડની બાયોમેટ્રીક ઓથોરીટીએ ફગાવી દઈ નાગરીકોની પ્રાઈવસીના મુદ્દાને ધ્યાનમાં લઈ કાયદાની જોગવાઈઓ પણ સ્પષ્ટ કરી છે.