જે વેપારી ખૂદ રોજેરોજ નફા તોટાનો હિસાબ ન કરી લ્યે અને અન્યના ભરોસે રહે તે વહેલો મોડો ખોટમાં જાય જ: મહત્વનો બોધપાઠ

આપણે ત્યાં એક કહેવત સદીઓથી ચાલી આવે છે કે, ‘જેનો આગૂ આંધળો એનું કટક કૂવામાં…’

‘આગુ’ એટલે ‘આગેવાન’…. સેનાનો સેનાપતિ નબળો, તેની સેનાએ હાર ખમવી જ પડે ! વ્યાપાર ધંધામાં પણ આજ સિધ્ધાંત લાગુ પડે !

સામાન્યત: વ્યાપાર રોજ સાંજે દુકાનને વધાવે, બંધ કરે તે પછી હાથમાં ચોપડો લઈને બેસે. અને આજના દિવસે કેટલુ આવ્યું અને કેટલુ ગર્યું, કેટલુ મેળવ્યું અને કેટલુ ખોયું, કેટલો નફો થયો અને કેટલું નુકશાન થયું, એનો બારીકાઈથી હિસાબ કાઢે એના ઉપરથી એવો ખ્યાલ પણ આવે કે, કયો માલ કેટલો માલ મંગાવવો પડે તેમ છે તે જાણી લે.

ચબરાક વેપારી ચોપડા ઉપરથી એ પણ જાણી લે કે, કયો માલ જલ્દી વેચાયો નથી અને વધેલા સ્ટોકને બને એટલી ઉતાવળે વેચી નાખવાનો છે.

આ ઉપરાંત ઉઘરાણીની સ્થિતિ પણ જાણી લે, અને તેને જલ્દી ઠીકઠાક કરી લે… આટલું જાણીને જ તે વેપારમાં આગળ વધે. જે વેપારી આમ ન કરે, અને ખુદ નફા-નુકશાનનો હિસાબ ન કરી લે, ને અન્ય ઉપર જ ભરોસો રાખે તે વહેલો મોડો ખોટમાં જ જાય છે. અને પસ્તાવો કર્યા સિવાય તેની પાસે કાંઈ જ બાકી રહેતું નથી એ વખતે જ એને ખ્યાલ આવે છે કે, કામ પડે ત્યારે લગીરી હિચકિચાટ વિના પડખે ઉભા રહે તેવી પ્રતીતિ થયા પછી જ તેમને પોતાના સ્વજન અને સુહૃદ ગણવા તથા ખૂલ્લા હૃદયે સલાહ સૂચનો કરવા.

પાપ કર્યે પેટ ન ભરાય તે વાત ન ભૂલવી, કૂળકપટ ન જ આચરવા એ કયારેય ન વિસરવું એ બધાનો ઘડો ફૂટયા વગર રહેતો નથી એ નિશ્ચિત માનુવં.

ખોટા સ્વપ્નોમાં ન રાચવું ખોટા બહાના ન કાઢવા વીજળી દંડના સંશોધક તેમજ ગરીબ કુટુંબમાંથી ઉચ્ચસ્થાને પહોચેલા અમેરિકાના બેન્જામીન ફેન્કલીનનું કહેવું છે કે, તેમની સફળતા પોતાની દરરોજ આત્મનિરિક્ષણ કરવાની તેમણે પાડેલી ટેવને આભારી હતી પોતાના એ રોજના પ્રયોગને એક કોરા પાના પર આડી ઉભી લીટીઓ દોરીને એની ઉપર અઠવાડીયાના નામ હુ લખતો, પછી રોજ સૂતા પહેલા હુ એ કાગળને લઈને બેસતો દિવસ દરમિયાન થયેલી ચડતી પડતી તટસ્થ ભાવે નીરખવા મનમાં ને મનમાં ઈશ્વરની પ્રાર્થના કરતો અને છેલ્લા ૨૪ કલાકમાં મારા મનમાં આવેલા વિચારો, કહેલી વાતોને આરચેલા વર્તનને તપાસ કરતો.

કમનશીબે આપણા સત્તાધીશો દેશભકિત અને પ્રજાપ્રિયતાની બાબતમાં ઉણા ઉતરતા રહ્યા છે. નેતાગીરી પોકળ હોવાનું હવે એછતું રહ્યું નથી.આત્મનિરીક્ષણ કરવાની એમણે ટેવ પાડી નથી. એ બધા ખોટા સ્વપ્નોમાં રાચતા રહ્યા છે. ખોટા બહાના કાઢતા રહ્યા છે. અને કૂંડા કપટ તથા પાપાચારની એમને ટેવ પડી ગઈ છે.વેપારીની રીતસરની બેસુમાર અવગઙણના કરાતી રહી છે. અને નફાનુકશાનના હિસાબ કિતાબને અભેરાઈએ ચઢાવાયા છે. રાજકીય કાવાદાવાઓ અને ચૂંટણીલક્ષી રાજકારણની ગંદકીએ માઝા મૂકી છે.

ઓછામાં પૂરુ આ દેશમા લોકશાહી સંસ્થાઓ અને પ્રજાતંત્ર ઘણે અંશે મરી પરવાર્યા છે. રાજપુરુષો આત્મવંચનામાં ગાંડાતૂર બન્યા છે. આત્મનિરીક્ષણ કે આત્મખોજની કશીજ પરવા વગર આપણા નેતાઓ ભૂલ્યા ભટકયા જેવા બની ગયા છે!

ચૂંટણીના પ્રચાર સિવાય એમને કાંઈ સુઝતુ નથી ચૂંટણી જીતાડી જ છે. તેવા મુદાઓની એમને શોધ છે. ખોટુ બોલવું જ પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. આવી સ્થિતિ હાથનાં કર્યા હૈયે વાગે જેવી છે.

આપણા દેશનું સુકાન જેમના હસ્તક છે. તે આ નેતાઓ છે. એમને આ દેશની ગરીબ તેમજ શ્રીમંત પ્રજાએ સ્પષ્ટ પણે એ વાતની યાદ આપવા આપી દેવાનો અત્યારે અવસર છે કે, તમે જે દેશ ઉપર રાજ કરો છો એનું મહત્વ એની ભૂગોળમાં જ નથી કોઈપણ રાષ્ટ્રનું ખરેખર મહત્વ એની જનતામાં રહેલું છે અને તે પણ એની સારી થતા સાચી જનતામા ! ભારત દેશ અને અમુક ચોરસ માઈલનું ક્ષેત્રફળ નથી, પણ એમાં વસનાર એક અબજ ૨૦ કરોડ ભારતીયો છે!

ભારતને એમની પ્રમાણિકતાની જરૂર છે. દેશની આબાદી એમની સચ્ચાઈ ઉપર આધાર રાખે છે. દેશનું ઉજજવળ ભવિષ્ય પ્રજાની નીતિમતા અને નેતાઓ રાજકર્તાઓની નીતિમતા પર તથા અણીશુધ્ધ સંચાલન પર અવલંબે છે. ૧૯૫૭ની સામાન્ય ચૂંટણી પ્રખર રાજનીતિજ્ઞ શ્રી રાજગોપાલાચારીએ રાજકારણનાં ક્ષેત્રમાં પોતાના વિશાળ અનભુવથી દેશને માર્ગદર્શન આપવાનો પોતાનો ધર્મ મચાવતા જ વિચારણીય શબ્દો ઉચ્ચાર્યા હતા તે આ હતા ‘મુખ્ય અને મહત્વનો સવાલ તો એ છે કે, ‘જે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે તે વિશ્ર્વાસપાત્ર અને ચારિત્રશીલ છે કે નહી?’ આટલુ નિશ્ર્ચિત હોય તો બાકીતો અજંપો ગૌણ ગૌણ બની જશે !’ દરેક મતદાર બીજી એક વાત ઉમેદવારની ચારિત્ર્ય શુધ્ધિ અને તેની વિશ્ર્વસનીયતા વિષે ખાતરી કરવી ઘટે! જો ઉમેદવાર અતિશુધ્ધ હોય અને વતન પરસ્ત હોય તો એ એની લાયકાત બની શકે !

વેપારીકે રાજકારણીએ કોઈપણ જાતના વ્યસનના શિકાર ન બનવું… પછક્ષ એ તમાકુ, ફાકી, સંગ્રહખોરી, કાળાબજાર, રૂશ્વતખોરી, કે અસામાજીક આદાન પ્રદાન એ બધા વ્યસન છે. અને વજર્ય છે.

એક અહેવાલ મુજબ, એક તબકકે ગુજરાતમાં તમાકુના વ્યસન વિષેક નિષ્ણાંતે ડી.વી. બાલા, ઈલાન બોડીવાલા, ડી.ડી. પટેલ અને પી.એમ. શાહની પેનલે કરેલા સર્વેના ચોકાવનારા તારણો ઈંડીયન જર્નલ ઓફ કોમ્યુનિટી મેડીસીન આઈજીસીએમમાં પ્રગટ થયા તે પ્રમાણે ગુજરાતની વસતીનાં ૪૭.૬ ટકાને તમાકુનુ વ્યસન છે.

આ અભ્યાસ અહેવાલ પ્રમાણે ઓછામાં ૭૪ ટકા ગ્રમાજનતાને આ વ્યસન છે. અને તે પણ ૨૫ વર્ષની વયથી નીચેનાને છે તેમાના મોટાભાગના તમાકુનું વ્યસન પાંચથી ૧૭ વર્ષની વયે લાગુ પડયું હતુ.

ગુજરતામાં દારૂબંધી છે છતાં આલ્કોહોલનું વ્યસન ૧૩-૪૧ ટકા પુરુષો અને ૨.૬૨ ટકા સ્ત્રીઓને હોવાનું જણાયું હતુ આલ્કોહોલ અને તમાકુ બંનેનું વ્યસન ધરાવતા ૧૧.૩૧ ટકા પુરુષો અને ૧.૨૦ ટકા સ્ત્રીઓ નોંધશયા હતા પાન મસાલાની આદત ૪.૩૫ ટકા પુરુષો અને ૧.૧૭ ટકા સ્ત્રીઓને હોવાનું જણાયું હતુ.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંધ પૂ. શ્રી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તો વ્યસનોને અતિ વજર્ય ગણાવીને માનવજાતને વ્યસન મૂકિતનો વિશ્વવ્યાપી મંત્ર આપ્યો હતો.

આપણે પ્રાર્થના કરીએ કે, વેપારી આલમ, રાજકીય ક્ષેત્રે અને માનવમાત્ર વ્યસનોથી મૂકિત પામે અને વ્યસનમૂકત સમાજના સ્વર્ગસમુ અલૌકિક સુખ પામે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.