સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદી જુદી વિદ્યાશાખાઓની શિક્ષક વિભાગની મતદાર યાદીમાંથી, ફોર્મ નં. 16 જમા નહીં કરાવનાર કુલ 374 મતદારોના નામો રદ્દ કરાયા છે. શિક્ષક મતદાર વિભાગની જુદી જુદી વિદ્યાશાખાની મતદારયાદીમાંથી, શરતી માન્યતા ધરાવનાર કુલ 831 શિક્ષકોના નામો રદ્દ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી વહીવટી અને વિદ્યાર્થીલક્ષી કામગીરીઓ પારદર્શક અને સુચારુ રીતે કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું હિત હરહંમેશ રહેલું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીની કામગીરી પણ તટસ્થ અને પારદર્શક રીતે કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીની શિક્ષક મતદારયાદીમાં નામ ઉમેરવા માટે જે અરજદારોએ ફોર્મ નં. 16 જમા કરાવેલ નથી એવા તમામના નામો મતદારયાદીમાંથી રદ્દ કરવામાં આવેલ છે, જેની વિગતો નીચે મુજબ છે.
હોમિયોપેથી વિદ્યાશાખા – 18
તબીબી વિદ્યાશાખા – 62
મેનેજમેન્ટ વિદ્યાશાખા – 75
વાણિજય વિદ્યાશાખા – 54
વિજ્ઞાન વિદ્યાશાખા – 165
આમ, કુલ મળીને ફોર્મ નં. 16 જમા નહીં કરાવનાર 374 મતદારો શિક્ષક મતદારયાદીમાંથી રદ્દ કરવામાં આવેલ છે.
હાલ અન્ય વિદ્યાશાખાઓની મતદારયાદીની કામગીરી ચાલુ છે, તે તમામ વિદ્યાશાખાઓમાં પણ ફોર્મ નં. 16 જમા નહીં કરાવનારના નામો પણ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષક મતદાર વિભાગની વિવિધ વિદ્યાશાખાઓની મતદારયાદીમાં શરતી માન્યતા ધરાવનાર શિક્ષકોના નામ નીચે દર્શાવેલ વિગતે, રદ્દ કરવામાં આવેલ છે.
વિનયન વિદ્યાશાખા – 44
શિક્ષણ વિદ્યાશાખા- 145
વિજ્ઞાન વિદ્યાશાખા – 476
કાયદા વિદ્યાશાખા – 25
તબીબી વિદ્યાશાખા – 3
બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા – 8
વાણિજય વિદ્યાશાખા – 130