ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન પૂરતું જ સીમિત ન રાખતા ભવિષ્યમાં ઓર્થોેપેડિક, સ્પાઈન સર્જન, ફિઝ્યિોથેરાપીસ્ટ, ન્યુરો સ્પાઈન ક્ષેત્રે સંકળાયેલ નર્સિંગ સ્ટાફને પણ મેમ્બરશીપ માટે પ્રેરિત કરવામાં આવશે

ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના તબીબ ડો.પ્રકાશ મોઢાની નિમણૂંકથી સૌરાષ્ટ્રના તબીબી જગતમાં ગૌરવની લાગણી

તબીબી જગતમાં તેમાં પણ ખાસ કરીને ન્યુરો સર્જરી સાથે સંકળાયેલ ડોક્ટરો માટે ” ન્યુરો સ્પાઈનલ સર્જન એસોસિએશન ઓફ ઇન્ડિયા (ગજજઅ) ” નું નામ ઘણા આદર સાથે જાણીતું છે . જેની સ્થાપના 1979 માં કરવામાં આવેલ હતી. તાજેતરમાં મુંબઈ ખાતે ન્યુરો સ્પાઈનલ સર્જન એસોસિએશન ઓફ ઇન્ડિયા (ગજજઅ) કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી જેમાં ભારતભર ના 350 થી વધુ ન્યુરો સર્જન એ ભાગ લીધો હતો, આ પરિષદમાં કોર કમિટી ની નવ નિયુક્તિ કરવામાં આવેલ હતી . જેના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર -કચ્છનાં સિનિયર ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડો . પ્રકાશ મોઢા પસંદગી પામ્યા છે .

ગજજઅ સ્થાપના બાદ સૌ પ્રથમ વખત કોર કમિટીના પ્રમુખની પસંદગી કરવામાં આવેલ છે . આ કોર કમિટી સમગ્ર ભારતમાં કોન્ફરન્સ ક્યાં કરવી , ક્યારે કરવી તેનો નિર્ણય લે છે ઉપરાંત તે બાબતે માર્ગદર્શન આપે છે . (ગજજઅ) ના પ્રમુખ તરીકે અત્યાર સુધી ભારતના પ્રમુખ ન્યુરો સર્જનમાં ના એક એવા ડો . પી . એસ . રામાણી  પદાધિસ્ત હતા , 42 વર્ષ બાદ સૌ પ્રથમ વખત પ્રમુખપદ માટે પસંદગી હાથ ધરાઈ હતી જેમાં ન્યુરો સર્જરી ક્ષેત્રમાં જેમનું બહોળું યોગદાન છે એવા ડો . પ્રકાશ મોઢા પસંગી પામ્યા છે. ડો . મોઢા અગાઉ પણ (ગજજઅ) માં સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે સેવાઓ બજાવી ચુક્યા છે . હાલ ભારતભરમાં 650 થી વધુ ન્યુરો સર્જન (ગજજઅ) માં મેમ્બરશિપ ધરાવે છે.

ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં 33 વર્ષથી વધુનાં યોગદાન બદલ ડો . પ્રકાશ મોઢા નું પોર્ટુગલ ( દેશનું નામ ) ના સિનિયર ન્યુરો સર્જન ડો . ઓસ્કાર એલ્વીશ અને ડો . પી . એસ . રામાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

આ કોન્ફરન્સ દરમિયાન જ મુંબઈની વિખ્યાત ” કૂપર હોસ્પિટલ ” ખાતે કેડેવર ડિસેકશન સર્જરી પણ કરી હતી. આ સર્જરીમાં ડો . પ્રકાશ મોઢા અને ડો.વિક્રાંત પૂજારી દ્વારા ગરદનનાં મણકાના ફ્રેક્ચરમાં સ્ફુ દવારા સારવાર કેવીરીતે શક્ય બને તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું . કેડેવર પર સફળ સર્જરી દ્વારા ભારતભરનાં ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન વચ્ચે ડો. મોઢા એ માત્ર ગોકુલ હોસ્પિટલનું જ નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્રનું નામ ગૌરવવંતુ કર્યુ હતું . ડો પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલની ઓળખની કોઈ જરૂર નથી, છેલ્લાં 34 વર્ષ થી વધુ સમય થી ડો . મોઢા પોતાની નિપુણતા અને અનુભવ થકી અનેક દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મેળવી ચુક્યા છે. હાલ ડો.મોઢા સાથે અનુભવી અને નિષ્ણાંત ન્યુરો સર્જન ની વિશાળ ટિમ સાથે રાજકોટમાં વિદ્યાનગર ખાતે કાર્યરત છે, ડો. પ્રકાશ મોઢાએ પાંચ લાખથી દર્દીઓની સારવાર તથા 20000 થી પણ વધારે સફળ ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરી કરેલ છે.

સિનિયર ન્યુરો સર્જન ડો . પ્રકાશ મોઢા એ રાષ્ટ્રીયકક્ષા એ મેળવેલી આ સિદ્ધિ બદલ ન્યુરો સર્જન એસોસીએસન રાજકોટ, આઈ. એમ. એ. – રાજકોટ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા મો : 9825079218 પર સતત શુભેચ્છાઓ મળી રહી છે.

બ્રેઇન સ્ટ્રોક બાદ છ કલાકની સારવાર મહત્વની: ડો.પ્રકાશ મોઢા

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ન્યુરો સર્જન ડોક્ટર પ્રકાશ મોઢા હતું કે ન્યુરો સ્પાઇન સર્જન એસોસિયન ઓફ ઇન્ડિયા માત્ર ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન સીમિત ન રાખતા ભવિષ્યમાં ઓર્થોપેડિક સ્પાઇનસર્જન ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો સ્પાઇન ક્ષેત્રે સંકળાયેલી નર્સિંગ સ્ટાફને પણ આ એસોસિયનમાં મેમ્બરશીપ પ્રેરિત કરવામાં આવશે હાલના તબક્કે ભારતમાં સ્પાઇન સર્જરીની સુવિધાઓ ઉપલબ્ધ છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવી અને ભારતના ડોક્ટરોને પણ ની પૂર્ણતાનો લાભ ભારત બહારના દર્દીઓને પણ મળી રહે એ તે સાથે આગળ વધવાનું લક્ષ્ય રાખેલું છે

ત્યાર બાદ તેમણેઅત્યારે ના કિસ્સા માં બ્રેઇનસ્ટ્રોક ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે બ્રેઇન સ્ટ્રોક ના સામાન્ય ના ચિહન દેખાય ત્યારે તરત જ હોસ્પિટલમાં દાખલ થવું તેમાં બ્રેનસ્ટોપના સામાન્ય ચિન્હોમાં મોઢું ત્રાસુ થવું,બોલવાની તકલીફ થવી, મોઢામાંથી પાણી નીકળવું જેવું જોવા મળે છે છ કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જવાથી વ્યક્તિ બચી શકે છે અને તેમની સર્જરી થઈ શકે છે ડોક્ટર પ્રકાશ અત્યારની જીવન શૈલી પ્રમાણે બ્રેઇન સ્ટ્રોક ના મુખ્ય કારણો જંગ ફૂડ તેમજ ચરબી યુક્ત આહાર ને કારણે કસરત નો અભાવ ને કારણે બ્રેઇન સ્ટ્રોક આવવાના મુખ્ય કારણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.