જ્વેલેરી ક્ષેત્રે રહેલી તક તેમજ બિઝનેસના આદાન પ્રદાનને લઈને રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલેરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(જીજેટીસીઆઈ) દ્વારા રાજકોટની એવર ગ્રાન્ડ પેલેસ હોટેલ ખાતે એક નેટવર્કિંગ મિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ ગોલ્ડ દિલસરસ એસોસિયેશનના મુખ્ય જ્વેલર્સ ઉપરાંત આમંત્રિત જ્વેલર્સ ભાગ લેશે.
આ નાગે વધુ અંહીતી આપતા જેમ્સ એન્ડ જ્વેલેરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(જીજેટીસીઆઈ)ના ગુજરાત પ્રમુખ શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્વેલેરી સેક્ટરને આગળ લાવા માટે જીજેટીસીઆઈ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવે છે જેમાં સેમિનાર,નેટવર્કિંગ મીટ,જ્વેલેરી એક્સહિબીશન વગેરે સામેલ છે ત્યારે રાજકોટમાં આવતીકાલે રવિવારે સવારે 10 વાગે નેટવર્કિંગઃ મિટનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્વેલેરી સેકટરના પ્રશ્નોને પણ વાંચા આપવાનું કામ તો કરવામાં આવે છે પણ સાથોસાથ જ્વેલેરી સેક્ટરમાં થતી સરકારી જાહેરાતને લઈને જીજેટીસીઆઈ દ્વારા હમેંશા પ્રયતન કરવામાં આવે છે અને દેશભરમાં જયારે 1100 મેંબર છે ત્યારે આવનારા દિવસોમાં જ્વેલેરી ક્ષેત્રને વધુ આગળ લઇ જવાના ભાગ રૂપે જ્વેલેરીનું હબ ગણાતા રાજકોટમાં નેટવર્કિગન મિટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પેહેલા અમદાવાદ ખાતે 21 એપ્રિલના રોજ નેટવર્કિંગ મિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે રાજકોટમાં નેટવર્કિંગ મિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં સુરત,વડોદરા,ઇન્દોર,મુંબઈ અને નવી દિલ્હીમાં પણ નેટવર્કિંગ મિટનું આયોજન કરવામાંઆવનાર છે.
શાંતિભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નેટવર્કિંગ મીઠ્ઠી એક બીજાને બિનઝેટ્સમાં સાંકળી શકાય છે અને બિઝનેસ અંગે વધુ જાણકારી મેળવી શકાય છે અને ખાસ કરીને જ્વેલેરી સેક્ટરમાંએક બીજા સાથે નવી બિઝનેસ પાર્ટનરશીપ ડેવલપ કરી શકાય છે અને સાથોસાથે જ્વેલેરી સેક્ટરમાં આવી રહેલા બદલાવ,સરકારની નીતિઓ, અને સૌથી વધુ મહત્વનું એ છે કે એક બીજાના વિચારો અને નવા આઈડિયાની પણ આપણે થશે જેનો લાભ ઉપસ્થિત રહેનારને થશે.
આવતીકાલે રવિવારે યોજાનારી આ નેટવર્કિંગ મીટમાં રાજકોટના 100થી વધારે જ્વેલર્સ ભાગ લેશે અને વિચારોનું આદાન પ્રદાન થશે.રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાં,ચેરમેન પ્રભુદાસ પારેખ ,ઉપરાંત દરેક મુખ્ય જ્વેલર્સ આ નેટવર્કિંગ મીટમાં ઉપસ્થિત રહેશે આ નેટવર્કિંગ મીટમાં ઉપસ્થિત રહેવા માટે તેમજ વધુ જાણકારી 8866777762 ઉપર કોલ કરીને મેળવી શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com