વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix સસ્તો પ્લાન લાવવાની
તૈયારીમાં છે, જેથી કંપની પોતાનો લોકલ બિઝનેસ વધારી શકે. હવે એવું લાગી રહ્યું છે કે, કંપની ઝડપથી ભારતમાં
પોતાનો સસ્તો પ્લાન લાવવાની છે. જાણકારી અનુસાર, નેટફ્લિક્સ ભારતમાં
પોતાના લૉ-કોસ્ટ મોબાઇલ પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નેટફ્લિક્સ ભારતીય
કસ્ટમર્સ માટે એક મહિનાનો મોબાઇલ પ્લાન 250 રૂપિયામાં આપી રહ્યું છે.
અત્યારે નેટફ્લિક્સ ભારતમાં ત્રણ પ્લાન્સ આપી રહ્યું છે, જેમાં બેઝિક પ્લાનની
શરૂઆત 500 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ
થાય છે. બીજો પ્લાન 650 રૂપિયાવાળો છે, જ્યારે ત્રીજો પ્લાન થોડો પ્રીમિયમ છે, જેમાં ગ્રાહકો પાસેથી
પ્રતિ મહિને 800 રૂપિયા લેવામાં આવે છે. 250 રૂપિયાવાળા પ્લાન દ્વારા કંપની ભારતમાં પોતાનો બિઝનેસ વધારી
શક્ય તેટલા વધુ યૂઝર્સને જોડવા માગે છે.
નેટફ્લિક્સે મહિનાનો સસ્તો મોબાઈલ ઓન્લી પ્લાન લોન્ચ
Previous Articleઆવતા મહિને આવી રહ્યા છે નોકિયાના બે દમદાર સ્માર્ટ ફોન
Next Article મહિલા પોલીસકર્મીએ ટીકટોક પર ડાન્સ કરવો પડ્યો ભારે