આગામી જુલાઇમાં યોજાનારી પરીક્ષાની અનિશ્ર્ચીતતાનો અંત લાવતા યુજીસીએ કહ્યું: નેટ સીબીએસઇ જ લેશે
સીબીએસઇએ કોલેજ અને યુવિનસીર્ટીમાં શિક્ષકોની ભર્તીને લઇને લેવાતી પરિક્ષા ધી નેશનલ એલીજીબીલીટી ર્ટેસ્ટ (એનઇટી) હવે, વર્ષમાં એક જ વાર લેવામાં આવશે તેવો પ્રસ્તાવ મુકયો છે. આ સાથે જ જુલાઇમાં યોજાનારી પરિક્ષા ને લઇને ઊભી થયેલી અનિશ્ર્ચીતતાને સમાપ્ત કરતાં યુનિવસીર્ટી ગ્રાન્ટસ કમીશને (યુજીસી) નિર્ણય કર્યો છે કે સીબીએસઇ જ આ પરિક્ષા લેશે.
જણાવી દઇએ કે, અગાઉ સીબીએસઇ એ નેટ (એનઇટી) પરિક્ષા આયોજીત કરવામાં અસમર્થતા દાખવી હતી. થોડાં સમય પહેલાં ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશને (સીબીએસઇ) યુજીસી અને એચઆરડી મંત્રાલયને કહ્યું હતું કે, તે દેશભરમાં નેટ પરીક્ષા કરવામાં અસમર્થ છે. કારણ કે તે કવોલીટી એજયુકેશન પર ઘ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છે છે સીબીએસઇ ના આ પ્રસ્તાવથી આગામી જુલાઇ સેશનમાં યોજાનારી નેટ પરીક્ષા માટે વિઘાર્થીઓ ચિંતામાં મુકાયા છે. એચઆરડી મંત્રાલયેપણ સ્પષ્ટ કર્યુ ન હતું કે નેટ પરીક્ષા સીબીએસઇ નહિ તો કઇ એજન્સી લેશે ? જયારે યુજીસીએ હવે સ્પષ્ટ કર્યુ છે કે નેટ પરીક્ષા સીબીએસઇ જ લેશે અને તે વર્ષમાં એક વાર જ યોજાશે.
સુત્રોના જણાવ્યા મુજબ સીબીએસઇ એ આ પ્રસ્તાવ હવે વાત ઘ્યાનમાં રાખીને મુકયો છે. કે રજીસ્ટ્રર્ડ ઉમેદવારીમાંથી માત્ર ૧૭ ટકા ઉમેદવારો જ પરીક્ષા આપવા માટે આવે છે અને તેમાંથી માત્ર ૪ ટકા જ પાસ થાય છે. ઉલ્લેખનીય છે કે જુનીયર રિસર્ચ ફેલોશીપ અને વિશ્ર્વવિઘાલયો તેમજ કોલેજોમાં સહાયક પ્રોફેશર વિનવાની પાત્રતા માટે દર વર્ષે બે વખત જુલાઇ અને ડિસેમ્બરમાં નેટ પરીક્ષા લેવાય છે. કોલેજો અને યુનિવસીર્ટીમાં શિક્ષકોની ભર્તી કરવા માટે નેટની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે.
નેટ પરીક્ષાની અનિશ્ર્ચીતતાને લઇને ગયા અઠવાડીયે વિઘાથીૃઓએ યુનિવસીર્ટી ગ્રાન્ટસ કમીશન (યુજીસી) કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યા હતા અને અનિશ્ર્ચીતતાને હટાવી અધિસુચના જાહેર કરવાની માંગ કરી હતી.