સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતીકાલથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઘરઆંગણે રમાતી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં વિન્ડીઝને ભરી પીવા માટે સુકાની વિરાટ કોહલીની આગેવાનીમાં આજે સતત બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ આકરા તડકામાં નેટ પ્રેકટીસમાં પરસેવો પાડયો હતો. આજે સુકાની વિરાટે પત્રકાર પરીષદમાં રાજકોટ ટેસ્ટમાં ભારતની જીત અંગે વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો આટલું જ નહીં પ્રેકટીસ દરમિયાન વિરાટે પોતાના સમર્થકો સાથે સેલ્ફી પણ લેવડાવી હતી.
ભારતીય ટીમ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે: કોહલી
રાજકોટ ખાતે આવેલા ખંઢેરી મેદાન ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાવવા જઈ રહ્યો છે. જેને અનુલક્ષી ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ આકરી પ્રેકટીસ કરી હતી ત્યારે ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરીષદ સંબોધી હતી.
આ પ્રસંગે વિરાટ કોહલીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ સાથે જે ટેસ્ટ શૃંખલા હાર્યા તે તમામ ભુલોને ધ્યાને લઈ ભારતીય ટીમ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે સાથો-સાથ આવનારી શૃંખલા જે ઓસ્ટ્રેલિયા સામે રમાવવા જઈ રહી છે તેની પૂર્વ તૈયારી વેસ્ટ ઈન્ડીઝની સામે થઈ રહી છે.
વધુમાં તેને જણાવ્યું હતું કે, આ ટેસ્ટ સિરીઝમાં નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી છે જે એક સારી વાત કહેવાય. તેમને વ્યકિતગત પૃથ્વી શોનું નામ જણાવી કહ્યું હતું કે, પૃથ્વી ડોમેસ્ટીક સ્તરે ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે જેને ઉજજવળ દેખાવ કરવા પ્રેરીત કરશે. વિરાટ કોહલીએ સિલેકશનમાં થયેલા વિવાદને અનુલક્ષી જણાવ્યું હતું કે, સિલેકશન તેની કાર્યક્ષેત્રમાં નથી આવતું જે મુખ્ય ૩ સિલેકટર છે તેને પહેલા જ આ મુદે ચર્ચા કરી લીધી છે