- ડિજિટલ ઇન્ડિયા
- આ સિસ્ટમ શરૂ થવાથી વેપારીઓના ફંડ સેટલમેન્ટ ઝડપથી થઈ શકશે
ઈન્ટરનેટ બેન્કિંગમાં મોટો બદલાવ આવવાનો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરનેટ બેન્કિંગમાં ઈન્ટરઓપરેબલ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરવાની મંજૂરી આપી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ બેન્કિંગ માટે આઇપીએસ આ વર્ષથી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે એન.પી.સી.આઇ ભારત બિલ પે લિમિટેડને ઇન્ટરઓપરેબલ સિસ્ટમ લાગુ કરવા માટે મંજૂરી આપી છે.
ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઈન્ટરનેટ બેન્કિંગમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ માટે ઈન્ટરઓપરેબિલિટી વર્ષ 2024માં જ લાગુ કરવામાં આવશે. આનાથી વેપારીઓ માટે ઘણી સરળતા રહેશે. આ સિસ્ટમ શરૂ થવાથી વેપારીઓના ફંડ સેટલમેન્ટ ઝડપથી થઈ શકશે. હાલમાં, ઈન્ટરનેટ બેન્કિંગ વ્યવહારોની પ્રક્રિયા પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા કરવામાં આવે છે. તેમાં ઇન્ટરઓપરેબિલિટીની સુવિધા નથી. આના કારણે, બેંકે અલગ-અલગ ઓનલાઈન વેપારીઓના પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે એકીકૃત થવું પડશે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે હાલમાં પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા કરવામાં આવતા બેંકિંગ વ્યવહારો ઇન્ટરઓપરેબલ નથી. દેશમાં ઘણા પેમેન્ટ એગ્રીગેટર છે, તેથી દરેક બેંકને દરેક પેમેન્ટ એગ્રીગેટર સાથે એકીકૃત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દેશમાં સામાન્ય ચુકવણી પ્રણાલીના અભાવ અને આવા વ્યવહારો માટે નિયમોના અભાવને કારણે, વેપારીઓને ચુકવણીની પ્રાપ્તિમાં વિલંબનો સામનો કરવો પડે છે. શક્તિકાંત દાસે કહ્યું કે ઇન્ટરઓપરેબલ પેમેન્ટ સિસ્ટમના કારણે સેટલમેન્ટનું જોખમ પણ ઘટાડી શકાય છે.