ત્રણ દિવસની હડતાળ બાદ કોઈ નિવેડો નહિ આવે તો સરકારની યોજનામાંથી ખસી જશુ: ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન
તબીબોએ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી
ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા તા.14 થી 16 ઓગષ્ટ પીએમજય યોજના હેઠળ ડાયાલિસિસ સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલ અને બંધના આંદોલન દરમ્યાન માનવતા ખાતર ગુજરાતના તમામ બિન સરકારી ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત રહી 3000 થી વધુ કિડનીના દર્દીઓના ડાયાલિસિસ કરી સરકાર વિરુદ્ધની લડાઇનો ભોગ દર્દીઓ ન બને તેની કાળજી લેવામાં આવી હતી. આ હડતાલના ત્રણ દિવસ બાદ પણ તબીબોનો પ્રશ્ન હજુ થથાવત હોય તેઓ કોઇ આખરી કડક પગલા લેતા પહેલા તેમના તરફથી બધા પ્રયત્નો કરી લેવા માંગે છે. હાલમાં ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.)ના પ્રતિનિધિઓ તેમના શહેર જીલ્લાના ભાજપા પ્રતિનિધિઓને મળી, તેમના પ્રશ્નમાં યોગ્ય કરવા રજૂઆત કરી રહ્યા છે અને આગામી સોમવારે તા ર1 ઓગષ્ટના રોજ મુખ્ય મંત્રીને મળીને આ પ્રશ્ર્નમાં હસ્તક્ષેપ કરવા અંગે રજૂઆત કરાશે . જો ત્યાર બાદ પણ આ પ્રશ્ર્નનો કોઇ સકારાત્મક ઉકેલ નહી આવે તો આ યોજનામાંથી ખસીજવા સીવાય કોઇ રસ્તો તબીબો પાસે રહેશે નહી , તેવું જી.એન.એ. ના હોદેદારોનું માનવું છે.
જી.એન.એ. ના નેફ્રોલોજીસ્ટ ડોકટરોએ જણાવ્યું હતું કે ડાયાલિસિસ એ ખૂબ જટિલ પ્રોસીજર છે. તેમાં નેફ્રોલોજીસ્ટનું માર્ગદર્શન અને દેખરેખ ખૂબ જરૂરી અને અનિવાર્ય છે. કાયદાકીય રીતે પણ કોઇ હોસ્પિટલ કે સેન્ટર પર ડાયાલીસીસની સારવાર કોઇ નેફ્રોલોજીસ્ટના માર્ગદર્શન વગર શક્ય નથી . જો સરકાર અમારા વાજબી પ્રશ્ર્ન તરફ દુરલક્ષ સેવી કોઇ નીવેડો નહીં લાવે તો, ન છુટકે તમામ જી.એન.એ. ના તબીબોએ સરકારની ઙખઉંઅઢ યોજનામાંથી ખસીજવા સીવાય કોઇ રસ્તો બચશે નહીં . ઙખઉંઅઢ યોજના એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની ડ્રીમ યોજનાઓમાંની એક છે. તેમાં પણ ગુજરાતનું ઙખઉંઅઢ ડાયાલિસિસ એ અન્ય રાજ્યો માટે પણ રોલ મોડલ છે , તેથી નેફ્રોલોજી એસોસિયેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીને પણ અપીલ કરે છે કે તેઓ આ પ્રશ્ને હસ્તક્ષેપ કરી નિવારણ લાવે . જી.એન.એ. ના તબીબો તેમનાથી બનતા પ્રયત્નો કરવા માંગે છે , તેથી ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.) ના પ્રતિનિધિઓ તેમના શહેર – જીલ્લાના ભાજપા ના પ્રતિનિધિઓ અને હોદેદારોને મળી રહ્યા છે.
અત્યાર સુધી તબીબો ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર . પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ, ગુજરાતના લોકસભાના સભ્ય ડો . મહેન્દ્ર મુંજપરા સબ રાજકોટના ધારાસભ્ય ડો દર્શિતાબેન શાહ , ડો . ભરતભાઇ બોધરા તથા ભાજપના અન્ય અગ્રણીઓને મળીને પ્રશ્નની વિશેષ ચર્ચા કરી હતી. જેમાં તેમના તરફથી ખુબ સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. આ મહાનુભાવો એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને આ બાબતે રુબરુ મળી , તેમને અવગત કરી અને પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા સુચન કર્યું હતું અને તે અનુસાર મુખ્યમંત્રી એ સોમવારને તા. 21 ઓગષ્ટના રોજ ગુજરાત નેફ્રોલોજી એસોસિએશનના સભ્યોને મળવાનો સમય આપ્યો છે . આ મહત્વની મિટિંગમાં પ્રશ્નનો સુખદ અંત આવે તેવી સંભાવના સર્જાય છે .