દોસ્ત દોસ્ત ના રહા
ચીન સાથે સંયુકત યુધ્ધાભ્યાસ અને ભારત સાથે ઈન્કારની નેપાળે ભવિષ્યમાં મોટી કિંમત ચૂકવવી પડશે-પૂર્વ વિદેશ સચીવ
ભારતમાં પૂણે ખાતે યોજાનાર બિમ્સટેક મીલીટ્રરી ડ્રીલના પ્રથમ સૈન્ય અભ્યાસમાં ભાગ ન લેવાનો નેપાળી સેનાએ નિર્ણય કરી ભારતને મોટો ઝટકો આપ્યો છે. બિમ્સટેક દેશોનાં આ સૈન્ય અભ્યાસમાં નેપાળી સેનાના ભાગ લેવાને લઈ નેપાળમાં રાજનીતિકક વિવાદ ઉભો થયો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. નેપાળના આ નિર્ણયથી ભારતને ઝટકોતો મળ્યો જ પણ ભારતનું પારંપારીક મિત્ર નેપાળ હવે મિત્ર ન રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે નેપાળ ભારત સાથે નહિ પણ હવે, ચીન સાથે યુધ્ધભ્યાસ કરશે જે ૧૨ દિવસ સુધી ચાલશે.
તો આ સમયે ભારતની વિરૂધ્ધ ચીને નવી ચાલ શરૂ કરી નેપાળને લુભાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગ રૂપે ચીન નેપાળને પોતાના ચાર બંદરો ઉપયોગમાં આપવા પર વિચારી રહ્યું છે. નેપાળના આર્મી પ્રવકતા બ્રીંગ ગેન ગોકુલ ભાંડારીએ કહ્યું કે, નેપાળી સૈન્ય ચીન સાથે યુધ્ધાભ્યાસ કરશે જે ૧૭ થી ૨૮ સપ્ટેમ્બર સુધી એમ બાર દિવસ ચેન્ગડુમાં ચાલશે.
ભાંડારીએ વધુમાં જણાવતા કહ્યું કે, આ સંયુકત યુધ્ધાભ્યાસનો મુખ્ય ઉદેશ એ રહેશે કે, આતંકવાદી પ્રવૃત્તિઓને નાથી શકાય, જણાવી દઈએ કે, નેપાળે ચીન સાથે યુધ્ધાભ્યાસનો નિર્ણય ભારતમાં બિમ્સટેક યુધ્ધાભ્યાસને નકારયા તુરંત બાદ જ લીધો છે. નેપાળના નિર્ણયને લઈ ભારત સરકારે નારાજગી જતાવી છે. આ વિશે પૂર્વ વિદેશ સચીવ કનવાલ સિબ્બલે કહ્યું કે, નેપાળે આ પ્રકારે અસમતુલીય નિર્ણય લઈ ભારતને ઝટકો પહોચાડયો છે. અને આ ખોટા નિર્ણયને નેપાળને ભવિષ્યમાં કટોકટી સમયે કડવો અનુભવ થશે અને તેની કિંમત પણ તેણે ચૂકવવી પડશે.