ચોરી કરી નેપાળ ભાગી પૈસાથી જમીન અને વાહનની ખરીદી કરી : નેપાળથી પાછો રાજકોટ આવ્યો ફરિયાદ થયાનું જણાતા પાછો ભાગી ગયો

રાજકોટમાં ફરી એક વાર ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં યુનિવર્સિટી રોડ પર સંજયવાટિકા સોસાયટીમાં આવેલા અથર્વ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા અને ટી.એન. રાવ, ઈનોવેટીવ અને મોદી સહિતની સ્કુલોમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરી હાલ નિવૃત્ત જીવન મહિલાના ફ્લેટમાથી તેના જ એપાર્ટમેન્ટના નેપાળી ચોકીદારે રૂ.14.50 લાખ ચોરી કર્યાની ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ સંજયવાટિકા સોસાયટીમાં આવેલા અથર્વ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા પદ્માવતીબેન પંકજભાઈ જૈન (ઉં.વ. 53) એ પોતાની ફરિયાદમાં તેના એપાર્ટમેન્ટના નેપાળી ચોકીદાર જગત દિલબહાદુરએ રૂા.14.50 લાખની ચોરી કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ – 2 પોલીસમાં નોંધાવી છે.જેમાં પદ્માવતીબેને જણાવ્યું છે કે ગઈ તા.8 મેના રોજ નેપાળી ચોકીદાર જગત, પત્ની દુર્ગા અને બે સંતાનો સાથે વતન જવા માટે રવાના થઈ ગયો હતો.

બે દિવસ બાદ તેણે કબાટ જોતા તેમાં રાખેલા રૂા.14.પ0 લાખ ગાયબ જોવા મળ્યા હતા, તેના ફ્લેટમાં ચોકીદાર જગત અવરજવર કરતો હોવાથી અને દરેક ચીજવસ્તુથી વાકેફ હોવાથી તે જ ચોરી કરી ગયાની શંકા ગઈ હતી.તે જતા પહેલા પોતાના બહેન બનેવી જેનીશા અને મિલનને એપાર્ટમેન્ટમાં કામે રાખતો ગયો હતો.

જો કે તેણે જગતને તે ચોરી કરી ગયાની જાણ થવા દીધી ન હતી. ઊપરાંત નેપાળ તેની સાથે વાતચીત ચાલુ રાખી હતી. જેથી તે પરત આવે. આખરે દોઢ મહિનો નેપાળ રહ્યા બાદ તે પરત આવ્યો હતો. આવીને અગાઉની જેમ નોકરી પણ લાગી ગયો હતો.થોડા દિવસ પહેલા એપાર્ટમેન્ટના રહિશોએ ભેગા થઈ તેને ચોરી કરી છે કે કેમ તેવું પુછતા ગલ્લાતલ્લા કર્યા બાદ આખરે ચોરી કર્યાનું કબૂલી લીધુ હતું. જેને કારણે આ અંગે પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જગતના સગાસંબંધીઓ તેમને મળ્યા હતા. આ બધા ઉપરાંત જગત બે ત્રણ દિવસમાં વતનથી પૈસા મંગાવી પરત આપી દેશે તેવી ખાત્રી આપી હતી.જેથી તેને ફરિયાદ ન કરી હતી આ દરમિયાન ગઈકાલે રાત્રે મોકો જોઈ તે એપાર્ટમેન્ટમાંથી પોતાનો સામાન લઈ ભાગી જતા આખરે આજે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.