નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ નેપાળીસેટ-1 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નેપાળના સમયાનુસાર ગુરૂવારે રાત્રે 2.31 વાગ્યે અમેરિકાના વર્જિનિયાથી અંતરિક્ષમાં છોડવામાં આવ્યો. તેનું વજન માત્ર 1.3 કિગ્રા છે અને કિંમત બે કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહ દેશની ભૌગોલિક તસવીરો એકત્ર કરશે. તેને નેપાળી વૈજ્ઞાનિક આભાસ મસ્કે અને હરિરામ શ્રેષ્ઠે બર્ડ્સ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યો છે.
અંતરિક્ષમાં પહેલીવાર પોતાનો ઉપગ્રહ છોડતા અગાઉ નેપાળના લોકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. સુરેશ કુમારનું કહેવું છે કે, બર્ડ્સ પ્રોજેક્ટ સંયુક્ત રાષ્ટ્રની મહત્વકાંક્ષી યોજના છે. જે હેઠળ એવા દેશોની સહાયતા કરવામાં આવે છે, જે અત્યાર સુધી પોતાનો ઉપગ્રહ અંતરિક્ષમાં લૉન્ચ નથી કરી શક્યા.