ગેરરીતિને ડામવા નેપાળ રાષ્ટ્ર બેંકે લોન્ચ કર્યો નવો સોફટવેર

આરબીઆઈ દ્વારા ભારત દેશમાં જે નવી નોટો મુકવામાં આવી તેને લઈ નેપાળે આરબીઆઈને પત્ર લખી નવી નોટોને માન્ય કરવા આરબીઆઈને માંગ કરી છે. જેમાં નેપાળ આરબીઆઈને લેખીત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ૧૦૦ કરતા મોટી નોટો કે જે હાલ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે તેને માન્ય કરી શકાય.

નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પત્ર વ્યવહાર કરતા જણાવ્યું હતું કે, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટોને નેપાળમાં માન્ય કરવામાં આવે અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દાને લઈ સેન્ટ્રલ બેંક નોટિફીકેશન ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ હેઠળ બહાર પાડવામાં આવે જેથી આરબીઆઈ દ્વારા જે નવી નોટો બહાર પાડવામાં આવી છે તેનું ચલણ નેપાળમાં વધે અને તેનો લાભ પણ નેપાળવાસીઓને મળી રહે. નોટબંધી પહેલા નવેમ્બર ૨૦૧૬માં આરબીઆઈએ ફેમાના નોટિફીકેશન આધારે તમામ જુની નોટોને બેન્ડ કરી હતી. ત્યારબાદ આરબીઆઈ દ્વારા ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦નું નવું ચલણ બજારમાં મુકયું હતું. આ નવા ચલણની પરવાનગી આરબીઆઈએ નેપાળને આપી ન હતી. જેનું મુખ્ય કારણ ચલણમાં જે રીતે ગેરરીતિ ચાલી રહી છે તે માટે ફેમાના ચિફ ભિષ્મરાજ ધુંગાના દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, આરબીઆઈ દ્વારા જે નવા ચલણની નોટોને માન્યતા નથી આપી તેનું એકમાત્ર કારણ નેપાળના લોકોને સુરક્ષીત કરવાનું હતું. ત્યારે લોકો દ્વારા મળતી ફરિયાદોના આધારે અને વારંવાર ભારત જવાથી જે નવા ચલણને લઈ પ્રશ્ન ઉદ્ભવીત થતા હતા તેને લઈ નેપાળની રાષ્ટ્ર બેંકે આરબીઆઈને પત્ર વ્યવહાર કરતા માંગ કરી હતી કે, નેપાળમાં નવા ચલણને માન્યતા આપવામાં આવે જેથી આર્થિક વ્યવહારમાં થતી સમસ્યા અને હાલાકીનું નિવારણ થઈ શકે. ત્યારે આરબીઆઈએ જણાવતા કહ્યું હતું કે, દેશની બેન્કિંગ વ્યવસ્થા તથા અન્ય સંસ્થાઓ હાલ ૪૮ મિલીયનની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને સંગ્રહ કરી રાખી છે પરંતુ બેન્ડ થયેલી નોટોની સંખ્યા ખુબજ વધુ છે. જેનું એકમાત્ર કારણ નેપાળીઓને નોટબંધી સમયે ૫૦૦ અને ૧૦૦૦ વાળી ઘણી ખરી નોટોનો સંગ્રહ કર્યો હતો. નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા સોફટવેરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એકસચેન્જ કરતા લોકો સાથો સાથ બીલના નંબરો સહિતની અનેક માહિતીઓ મુકવામાં આવી છે. જેથી કોઈપણ જાતીની ગેરરીતિ આચરવામાં ન આવે પરંતુ નિર્ણય હાલ ભારતીય સરકાર તરફ છોડવામાં આવી છે જે આવનારા સમયમાં જ જણાવશે કે નેપાળમાં મોટી નોટોને માન્ય કરવામાં આવે છે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.