નેપાળમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે આવેલા પુરુને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. નેપાળ પોલિસના જણાવ્યા અનુસાર, પુરમાં 17 લોકોના મોત થયા છે, જયારે 6 લોકો ગુમ છે.
ભારે વરસાદને કારણે મુલપાની ક્ષેત્રના મોરંગથી 400 અને બારાથી 35 પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં રાહત અને બચાવ કાર્યમાં જવાનો જોડાયા છે. એકલા સિમરા જિલ્લામાં 24 કલાકમાં 31 સેમી પાણી પડ્યું છે. સંકટના પગલે ગૃહ મંત્રાલયે કોઈ પણ ખતરામાંથી બચવા માટે એલર્ટ આપ્યું છે.