નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પાયલોટ પ્રોજેકટ તરીકે 7 રાજ્યમાં ગુજરાતનો પણ સમાવેશ કરાયો
કોલેજ કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમની કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ હવેથી કંપનીઓમાં ઇન્ટરનશીપ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી એકેડેમી સેશનથી ફરજિયાત કરવામાં આવશે. જે અગાઉ માત્ર ટેકનિકલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હતું તે હવે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અમલી કરવામાં આવી રહ્યું છે. હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ પણ કંપનીઓમાં 45 દિવસ ઇન્ટરનશીપ કરી શકશે.
નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પાયલોટ પ્રોજેકટ તરીકે 7 રાજ્યમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે. આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પંજાબ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેકટ શરૂ થયો છે. જે વિદ્યાર્થીઓ કંપનીમાં ઇન્ટરનશીપ કરવા માંગતા હશે તેઓએ કેન્દ્ર સરકારના YUVA પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 7 રાજ્યમાં પાયલોટ પ્રોજેકટને એનએસas હેઠળ શરૂ કરાયું છે.
એન્જીનીયરિંગ કે ટેક્નિકલ વિષયના વિદ્યાર્થીઓ જ ઇન્ટર્નશીપ કરતા હતા. એનએસએસ ગુજરાત દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓ અને કંપનીઓ પ્રોજેકટમાં જોડાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંગે એનએસએસના રિજનલ ડાયરેક્ટર ડૉ. કમલ કુમાર કરે જણાવ્યું કે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ મંત્રાલય દ્વારા સાત રાજ્યોમાં જે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત કોલેજમાં સાયન્સ કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ કંપનીમાં કામ કરવાનું અનુભવ થાય તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.
આ સાત રાજ્યોમાં બિઝનેસ એસ્ટાબ્લિશ થયો છે. ત્યાં મેનપાવરની ખૂબ જ જરૂરિયાત છે. જેથી આ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એનએસએસ એનસીસી અને રેડ ક્રોસ જેવી સંસ્થાઓમાં વોલન્ટરી તરીકે કામ કરી રહેલા યુવાનોને પણ ઇન્ટરનશીપ કરવા મળશે.
રમતગમત તેમજ યુવા મંત્રાયલ દ્વારા એનએસએસનાં માધ્યમથી 7 રાજ્યોમાં પાયલોટ પ્રજેક્ટ શરૂ કર્યો
આ બાબતે ગુજરાતનાં એનએસએસનાં રિઝનલ ડાયરેક્ટર ર્ડા, કમલકુમાર કરે જણાવ્યું હતું કે, રમતગમત તેમજ યુવા મંત્રાયલ દ્વારા એનએસએસનાં માધ્યમથી 7 રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટમાં એનએસએસ સિવાય એનસીસી, કોલેજનાં વિદ્યાર્થીઓએ યુવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.