નવજાત શિશુને ઇન્ક્યુબેટર સાથેની 108ની સુવિધા મળતા નવજીવન મળ્યું

બાળકના જન્મથી માતાની ખુશી બેવડાઈ જતી હોઈ છે, પરંતુ અહીં વાત છે અધૂરા માસે જન્મેલ બાળકની. બાળકને ઓક્સિજનની તકલીફ પડતા તાત્કાલિક સારવારની જરૂર જણાતા મોટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવુ પડે તેમ હતું. બાળક હોસ્પ્ટિલ ટ્રાન્સફર દરમ્યાન સુખરૂપ પહોંચે તે જરૂરી હોઈ એન.આઈ.સી.યુ. સુવિધા સાથેની 108 વાન આવી મદદે.

ન્યુ બોર્ન બેબી માટે ખાસ તૈયાર કરાયેલી સ્ટ્રેચર કે જે નિઓનેટલ તરીકે ઓળખાય છે તે એક કાચની પેટી જેવી હોઈ છે. જેમાં ઓક્સીઝ્ન બ્લેન્ડર બ્રેકેટ સિસ્ટમ હોય છે. જેની મદદથી બાળક ને ધીમા ફલો સાથે ઓક્સીજન આપવામાં આવે છે. બાળકને કોઈ પણ ઇન્જેક્ટેબલ આપવા સિરીંજ પંપ બ્રિકેટ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાઈ છે. જેની મદદથી બાળકને ધીમા ફલો સાથે ઇન્જેક્ટેબલ આપી શકાય છે. સાથે સાથે ઇન્ક્યુબેટરની અંદરનું તાપમાન પણ બાળકની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. જેનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું 108 ના પ્રોજેક્ટ કોઓર્ડીનેટ  વિરલ ભટ્ટ એ જણાવી આ સ્ટ્રેચર અલાયદી હોવાનું જણાવ્યું હતું.108 દ્વારા હેન્ડલ કરાયેલા કેસની વિગત આપતા   વિરલભાઈ એ જણાવ્યું હતું કે, ગોંડલ ખાતે ઉર્વીકાબેન જયપાલભાઈ વાઘેલાને પ્રસુતિની પીડા ઉપાડતા અધૂરા માસે ડીલેવરી કરવામાં આવી હતી. બાળક અધૂરા મહિને ડિલિવરી થતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી ને ઓક્સીજન લેવલ જળવાતું નોહતું. આવા સમયે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવા વીરપુરની 108 ની સેવા લેવામાં આવી હતી. આ બાળકને ટ્રાન્સફર દરમ્યાન ખાસ સ્ટ્રેચરમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો.  108 ના ઈ.એમ.ટી. અરુણાબેન ચાવડા અને પાયલોટ પ્રકાશભાઈ ડાંગરની કુનેહથી બાળકને રાજકોટ હોસ્પિટલ સુધી સલામત પહોંચાડી નવજાતને નવજીવન મળતા બાળકના માતાપિતાની ખુશીમાં અનેક ગણો વધારો જોવા મળ્યો હતો.108 એમ્બ્યુલન્સની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોના આરોગ્યને લઈને રાજ્ય સરકાર સાચા અર્થમાં સર્વજન હિતાય અને સર્વજન સુખાયની ઉક્તિને સાર્થક કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.