પૂ. હિરાબાઈ મ.સ.ની નિશ્રામાંપાંચેય વર્ષીતપ આરાધકોની અનુમોદના અર્થે બહુમાન કરાયું: પૂ. સ્મીતાબાઈ મ.સ.ના વર્ષીતપના ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ: શોભાયાત્રા તથા નવકાશીનો લાભ લેવા જૈન સમુદાય ઉમટયો
નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ગૂ‚ણી હિરાબાઈ મ.સ.ની પધરામણીથી ઉત્સવ જેવો માહોલ છવાયો છે.
ત્યારે આજે શ્રી સંઘમાં પાંચેય આરાધકોના વર્ષિતપના પારણા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ઉપરાંત સ્મીતાબાઈ મહાસતીજીના છેલ્લા નવ વર્ષથી વર્ષિતપ ચાલુ છે. જેનો આજે ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા શ્રી સંઘના ઉત્સાહમાં ખમણો આનંદ છવાયો હતો.
આ શુભ અવસરે નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ભરતભાઈ દોશીએ જણાવ્યું હતુ કે શ્રીસંઘમાં વર્ષિતપનો આજે ત્રીજો દિવસ હતો જેમાં પાંચેય આરાધકોનાં વર્ષિતપના પારણાની ઉજવણી કરવામાં આવી હતી.
પૂ. ગૂ‚ણી હિરાબાઈ મ.સ. તથા પૂ. સ્મીતાબાઈ મ.સ.ની નિશ્રામાં પારણા મહોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવીહતી. તપસ્વી વર્ષાબેન જયેશભાઈ ‚પાણીના ઘરેથી પાંચે તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા નાણાવટી ચોક થઈ શ્રી સંઘના આંગણે પધારી હતી. ઉપરાંત શ્રીસંઘના ધર્મસભાના ભાગ‚પે નવકાશીનું પણ આયોજન કરાયું હતુ ત્યારબાદ પૂ. સ્મીતાબાઈ સ્વામીએ મંગલાચરણ ફરમાવ્યા હતા ત્યારબાદ પાંચેય તપસ્વીઓની અનુમોદના અર્થે બહુમાન કરી ત્યારબાદ પારણાનો ઉત્સવ કરાયો હતો આ પ્રસંગે મુંબઈથી ખાસ સુશીલભાઈ ગોડા અને નવીનભાઈ વર્ષિતપ કરવા પધાર્યા હતા.
વધુમાં વર્ધમાન યુવક મંડળે જણાવ્યું હતુ કે શોભાયાત્રા તથા પારણા મહોત્સવમાં નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, વર્ધમાન યવક મંડળ તેમજ બૃહદ રાજકોટના જૈન સંઘના પ્રતિનિધિઓ તેમજ દેશવાસી અને સ્થાનકવાસી જૈન સમુદાય બહોળી સંખ્યામાં જોડાયું હતુ.