સાઘ્વીઓની અનુમોદના અર્થે આવતીકાલે વર્ષીતપ આરાધક જયેશભાઇ રૂપાણીના ઘરેથી શોભાયાત્રા નીકળશે
નેમીનાથ વીતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં જેમની અનરાધાર હાથ વરસી રહી છે તેમ જ જેમનો નેમીનાથ સંઘ ઉપર અસીમ ઉપકાર રહેલો છે. તેવા ગોંડલ સંપ્રદાયના પુ. ગુરુજી હિરાબાઇ મહાસતીજી, પૂ. સ્મિતાબાઇ મહાસતીજી આદી સતીવૃંદ સંઘની ભાવસભર વિનંતી સ્વીકારી સરદારનગર ઉપાશ્રયે વ્યાખ્યાન વાણીનો લાભ આપી નેમીનાથ વીતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં પધાર્યા છે. પૂ. ગુ‚ણીના પદાર્પણથી સર્કલ જૈન શ્રીસંઘમાં અનેરો ઉમંગ છવાઇ ગયો છે.
છેલ્લા બે વર્ષ બાદ સંઘ પૂ. ગુ‚ણીશ્રીના પદાર્પણથી ખુબ જ ઉત્સાહિત બની ગયો છે. પૂ. ગુ‚ણીશ્રી હિરાબાઇ મ.સ.ના પાવન સાંનિઘ્યમાં તપસ્વીઓ નવીનભાઇ ગીરધરલાલ મહેતા, મીનાબેન નવીનભાઇ મહેતા, સુશીલભાઇ કિશોરચંદ્ર ગોડા, વર્ષાબેન જયેશભાઇ ‚પાણી તથા નીતાબેન આદિ વર્ષીતપ આરાધકો વિવિધ આરાધના કરવા પધાર્યા છે. પૂ. ગુરુણીની નિશ્રામાં મંગળવારથી દરરોજ સવારે ૬.૧૫ કલાકે જીનભકિત પ્રાર્થના, ૯.૧૫ થી ૧૦.૧૫ વ્યાખ્યાન તેમજ ૧૦.૩૦ થી ૧૧.૩૦ તપ અનુમોદના વિવિધ કાર્યક્રમો તેમજ સાંજી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
હાલ રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી તેમજ અનુષ્ઠાનોથી ઉપાશ્રય ગુંજી રહ્યું છે. તેમજ શ્રી સંઘ તરફથી વધુને વધુ ભાવિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ શુભ અવસરે સંઘમાં પધારેલ પૂ. ગુ‚ણીએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આત્માની નિર્મલતા વષોતય કરવામાં આવે છે. વષોપથ એટલે એક વર્ષની તપ અને આ તપમાં નિર્જિરા ઉપવાસ કરવામાં આવે છે. આ પ્રકારના ઉપવાસમાં અનેક પ્રકાશે હોય છે. જે મુજબ ઉપવાસ અને એક પારણું એટલે અઠ્ઠમ નવવર્ષીય તપ કહેવાય, તે ઉપવાસ એક પારણું જૈન છઠ્ઠ વર્ષીય તપ કહેવાય, એક ઉપવાસ અને પારણું જૈન એકાંતર ઉપવાસ કહેવાય વગેરે પ્રકારના ઉપવાસને વર્ષીતપ કહેવાય છે આ વર્ષે સંઘ ના આરાધકો વર્ષીતપની આરાધના પુર્ણ કરી રહ્યા છે. સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીએ પોતાનો ઉમંગ વ્યકત કરતા જણાવ્યું હતું.
સાઘ્વીજીના આ પ્રકારના વર્ષીતપ છેલ્લા ૧ વર્ષથી ચાલુ છે. અને તેમના આશીર્વાદ સંઘ પર હંમેશ બની રહ્યા છે. આ પ્રકારના વર્ષીતપનો નેમીનાથ સોસાયટી જૈન સંઘને મળ્યો તેમનો ખુબ ઉત્સાહ છે. આજે સાંજના સમયે સમુહ સાંજીનું આયોજન છે. આવતીકાલે રૈયા સર્કલ અમૃતા હોસ્પિટલ પાસેથી એ શોભાયાત્રા નીકળવાની છે તેમજ સાઘ્વીઓની અનુમોજના અર્થે સવારે ૭.૧૫ વાગ્યાથી વષીતપ આરાધક જયેશભાઇ ‚પાણીના ઘરેથી શોભાયાત્રા નીકળશે.