વિશ્રૃંખલિત અને જૂની પૂરાણી રૂઢીઓથી ગ્રસ્ત હિન્દુઓ તેમજ અંગત સ્વાર્થમાં ગળાડૂબ આપણો સમાજ છે એને લીધે હિન્દુ સમાજને સંગઠિત, પ્રગતિશીલ તેમજ સહિષ્ણુ બનાવવો અનિવાર્ય છે
ભારત જેવા લોકશાહી દેશમાં એક એવા સામર્થ્યવાન મૃત્યુંજય સમાજની પુન: રચના કર્યા વિના નહિ ચાલે જે પોતાની ખુદની રક્ષા સ્વયં કરી શકે અને વિશ્ર્વના તમામ રાષ્ટ્રોને શોષણમુકત કરાવી શકે… ડો. હેડગેવાર ૧૯૨૫માં દશેરાના શુભ દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની સંસ્થાપનાની ઘોષણા કરતી વખતે જણાવ્યું હતુ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન, કાર્યક્રમ અને વિચારધારા સ્વામી દયાનંદ સરસ્વતીએ પ્રબોધેલા અને વિનાયક દામોદર સાવરકરે મઠારેલા હિંદુત્વ પર આધારિત છે. સ્વામીજીએ અન્ય તમામ ધર્મોને પાખંડી ગણાવ્યા છે. મુસલમાન અને ખ્રિસ્તી થઈ ગયેલા તમામ હિન્દુ ધર્મીઓનાં શુધ્ધીકરણની આગ્રહ સેવ્યો છે અને હિન્દુ સમાજને જાગ્રત ટટ્ટાર સંગઠિત બનવા માટે આહલેક જગાવી છે. શુધ્ધ વૈદિક હિન્દુત્વના કટ્ટર પુરસ્કર્તા દયાનંદજીએ પ્રચલિત હિન્દુ ધર્મમાં ઘુસી ગયેલા, દુષણોને ઝાડી નાખ્યા છે. મૂર્તિપૂજાની વિરોધ કર્યો છે મઠમંદિર જમાવીને ભોળી જનતાને લૂંટી લેનારા બાવા જાગટા, મહંતો પંડાઓ, પૂરોહિતોને જિંદગીભર ઝૂડયા. અસ્પૃશ્યતાને નકારી કાઢી છે. સ્ત્રીઓને વેદાભ્યાસનો અધિકારી આપ્યો છે. બાળલગ્નને ખાસડા માર્યા છે. વિધવા વિવાહનો અનુરોધ કર્યો છે.
હિન્દુ સમાજનો અન્ય કોઈ સુધારક સ્વામીજી આગળ ગયો નથી. હું જેટલો આગળ જાઉ છું તેટલા સ્થાને સ્વામીજીનાં પગલા પડેલા દેખાય છે.તેવું સર્ટીફીકેટ મહાત્મા ગાંધીજીએ લખી આપ્યું છે. સનાતની હિન્દુત્વનો વિરોધ કરવામાં સ્વામીજીએ જીંદગી ગાળી અને છેવટે જીવ પણ ખોયો દયાનંદ અને ગાંધી બંનેની હત્યા તેમના ધર્મભાઈઓના હાથે થઈ. આ સુધારક હિન્દુત્વને વધારે કટ્ટર બનાવ્યું સાવરકરે સાવરકરને ધર્મવિચાર કે ક્રિયાકાંડમાં કશો રસ નહી લગભગ નાસ્તિક ગણાય. પણ હિન્દુ સમાજને સંગઠિત કરીને પરદેશથી આવેલા મુસલમાની અને ખ્રિસ્તીઓને સીધાદોર કરી નાખવા જોઈએ અને હિન્દુ રાષ્ટ્રત્વની સ્થાપના સંવર્ધન કરવું જોઈએ તેવો આગ્રહ સાવરકરે જીંદગી આખી સેવ્યો.
હિન્દુ રાષ્ટ્રત્વ, કટ્ટરતા અને સંગઠન માટે દાયકાઓથી મથામણ કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સનાતની હિન્દુત્વનો નહી પણ દયાનંદ સાવરકરનાં સુધારક હિન્દુત્વનો વારસદાર છે. અયોધ્યામાં કે અન્ય કોઈ પણ સ્થળે મંદિરો બાંધીને ધર્મસ્થાનની જોગવાઈ કરી આપવી જોઈએ તેવું કહેનાર અથવા માનનાર માણસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણીનો દ્રોહી છે. મસ્જિદ તોડી નાખવી તે સંઘની દયાનંદી સાવરકરી વિચારધારાને અનુરૂ પ છે. અને સનાતનીઓને પણ મંજૂર છે. પણ મંદિર બાંધવાની વાત આપણા સંખ્યાબંધ ધર્મઉપદેશક ક્ષત્રિયો છે. અને પ્રાચીન ભારતમાં રાજય ચલાવનાર વંશો ક્ષત્રિય નથી. નંદ અને મૌર્ય વંશો શુદ્ર જાતીના છે. ગુપ્તો અને શાલિવાહનો બ્રાહ્મણ છે.
છેક પ્રાચીન કાળથી વિકસતી રહેલી અને કાળક્રમે અવનવા રૂ પરંગ ધારણ કરનારી ભારતીય સંસ્કૃતિ અને વિચારધારા હિન્દુ એવા પશ્ર્ચિમ એશિયાઈ નામે ઓળખાય છે. મુસ્લિમોએ આ શબ્દને વ્યાપક બનાવ્યો છે. સંસ્કૃતત ભાષામા હિન્દુ શબ્દ નથી હિન્દુ વિચારધારા સર્વસમન્વયવાદી, ઉદાર બુધ્ધિનિષ્ઠ અને પ્રમાણમાં શાંતિપ્રિય પરંપરા છે. અને હિન્દુત્વ આ બધા ગુણવિશેષોનો સમૂહ છે. ભારતીયતાનું પ્રતીક છે. અને રાષ્ટ્રભકિતનો એકમાત્ર આધારસ્તંભ છે. હિન્દુત્વ જ રાષ્ટ્રવાદ છે અને આ મુખ્ય ધારામાં સામેલ થયા વગર કોઈ વ્યકિત સાચા અને સંપૂર્ણ અર્થમાં ભારતીય નાગરીક બની શકે નહિ તેવો સંઘ પરિવારનો ખ્યાલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ-કલ્ચરલ નેશનલીઝમ ને નામે ઓળખાય છે. વૈચારિક અને ઐતિહાસીક રીતે તદ્ન બિનપાયાદાર આ ખ્યાલનાં ભયંકર પરિણામો આપણે પ્રત્યક્ષ જોયા જાણ્યા છે. અતિ પ્રાચીન કાળથી આજ સુધી ભારતીય સંસ્કૃતિઓનો સમાવેશ થતો રહ્યો છે. બિન હિન્દુઓએ હિન્દુત્વના પ્રવાહમાં ભળી જવું જોઈએ.
મસ્જીદો-મદ્રેસાઓમાં, નમાઝ વખતે પ્રચંચી હલચલ કરતા હોવાનું ખૂલ્યું છે. તકેદારી અંગેના અમુક નીતિનિયમો અને નીતિરીતિઓ આવા જૂથો ગંભીર તથા છૂપી સખળડખળ કરતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
એમ કહેવાયું છેકે આવી બાબતોમાં ઘટતું કરવું જ પડે એમ સત્તાવાળાઓ માને છે…
સોશ્યલ મિડિયા પર આવી ઘટનાઓ સ્ફોટક રીતે ચમકી ચૂકી છે.
આરએસએસનાં પ્રણેતાઓ આવી આગાહી કરી જ હતી.
શ્રી હેડગેવારે છેક પોણી સદી પહેલાના અરસામાં સંગીન હિન્દુ સંગઠન પ્રસ્થાપિત કરી લેવા પર ભાર મૂકયો હતો. એ અત્યંત સૂચક હતુ. તેમણે સ્પષ્ટ પણ દર્શાવ્યું હતુ કે, હિન્દુ ધર્મીઓ તેમની રક્ષા સ્વયં કરી લે અને અન્ય આવી હિન્દુત્વલક્ષી સંસ્થાઓની પડખે ઉભા કરવાનું સામર્થ્ય સર્જી શકે એ આપણે જોવાનું છે.
કોરાના-વાયરસના હાહાકાર વખતે જ અમુક મુસ્લીમ પરિબળો આવો પ્રપંચ સરવાળે છાપે ચડવાનો જ હતો. આગામી દિવસોમાં નવી કોઈ હિલચાલ બહાર આવશે તો તે ગંભીર સ્વરૂ પની બની રહેશે.