આપણી પૃથ્વી પર રાજા અને રાણીની પ્રથા હોવી જોઈએ… પ્રજાની અને તેના ઉપર જૂલ્મોની પ્રથા હોવી જ જોઈએ…કોઈ રાજા કાયમી નથી હોતા અને કોઈ રાણી ચિરંજીવ નથી હોતી, એવું સનાતન સત્ય આપણા ઈતિહાસમાંથી નિષ્પન્ન થયા વગર રહેતું નથી…
આપણી પૃથ્વીપર રાજા-રાણીઓની અસંખ્ય કથાઓ ઘટી હોવી જોઈએ અને મનુષ્યોની ક્ષણભંગુરતાનાં તેમજ આ પૃથ્વી ઉપર આવનાર હરકોઈ અહીં આવીને જતા જ રહેતા હોવાનું સિધ્ધ થતું રહ્યું છે.
અહીની માટી, અને અહીંની ભૂમિ અહીં આવનારા સહુની અને જતા રહેનારા સહૂની કહાનીઓ સંગ્રંહે પણ છે અને સમયે સમયે કહે પણ છે!…
આપણો દેશ કેવો હતો અને કેવો થઈ ગયો… આપણા દેશના નરનારીઓ કેવા હતા અને કેવા થઈ ગયા અને મંદિર-મસ્જીદોથી માંડીને આ દેશની સંસ્કૃતિ-સંસ્કાર અને સભ્યતા સુધીનો તેમજ આજના કોરોનાગ્રસ્ત પ્રદૂષણ પર્યાવરણ સુધીનો ચિતાર આપણે સૌએ પામવો પડે તેમ છે.
આપણો દેશ રામાયણનો દેશ છે. આપણી માતૃભૂમિ મહાભારતની ભૂમિ છે. અહી માયોધ્ધાઓનાં યુધ્ધ વચ્ચે, એટલે કે ‘ધર્મક્ષેત્રે-કુરૂક્ષેત્રે ‘શ્રી કૃષ્ણે’ ગીતા’નું વિશ્ર્વ પ્રસિધ્ધ ‘ગાન’ કર્યું છે. અહીં ભાગવતકથાની ગંગાનો અને જમુનાનો પરમપાવક પ્રવાહ વહ્યા છે.
અહી એવું સનાતન સત્ય કહેવાયું છે; ‘ન રાજા રહેગા, ન રાની રહેગી … યહ માટી સબહીકી કહાની કહેગી… યહ ભરભરકે આંખોમેં પાની કહેગી, યહ માટી સભીકી કહાની કહેગી…
કોઈ શાશ્ર્વત નથી આ પૃથ્વી પર… રાજા પણ નહિ, ને રાણી પણ જે કોઈ આવ્યા તે બધા જ આવીને જતા રહ્યા છે. ક્ષણભંગુર આ આખું જગત છે.
માનવજાત એ જે કાંઈ સારૂં કે નરસું કરે છે તે મુજબ તે સારૂં અને નરસું પામે છે.
આપણો દેશ સ્વર્ગભૂમિ સમો હતો.
આપણી માતૃભૂમિ નંદનવન સમી હતી.
આ દેશ અને એમાં રહેનારા દેશવાસીઓ કેવા નિષ્પાપ હતા. અત્યારે એની કેટલી બૂરી દશા છે..
ઋષિમૂનિઓનાં પૂણ્યભીના આશ્રમોની આ ભૂમિ હતી. અત્યારે તેની છાતી ઉપર મતિભ્રષ્ટો અને દેશદ્રોહી લૂંટારાઓ ચડી બેઠા છે.
‘પૈસો મારો પરમેશ્ર્વરને હું પૈસાનો દાસ’ જેવી દયાજનક સ્થિતિ આજે આપણા દેશની છે.
અત્યારે આપણો દેશ અવનવી સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. આપણા દેશના રાજકર્તાઓ આપણાદેશનું રાજકીય, અને સામાજીક ધ્યેય નકકી કરવામાં તેમજ આપણાદેશની વિદેશનીતિ, આર્થિક નીતિ અને ખુદ ગૃહનીતિ ઘડવામાં ગોટે ચડયા છે.
કોઈએ એવી ગંભીર ટકોર પણ કરી છે કે, ‘ઈન્ડીઅન્સ- ધ ફયુચર જયુઝ ઓફ ધ વર્લ્ડ’… ભરતીયો લગભગ વિશ્ર્વના તમામ દેશોમાં રહે છે, પરંતુ તે અન્ય દેશોના લોકોની સાથે પાણીમાં લીંબુ ભળી જાય તેમ, અર્થાત પારસી લોકોની જેમ ત્યાંના લોકોની સાથે ભળી જતા નથી. અને એકલ પેટા જેવા જ રહે છે. આવા દેશોમાં તેઓને ‘સેક્ધડ સીટીઝન’ (બીજા નંબરના નાગરિકો) તરીકે ગણે છે. અને ઘણે ભાગે એવો વર્તાવ કરે છે.
આ સ્થિતિમાં જો તેઓ વધુ સમય સુધી ત્યાં રહે ત્યારે તો એમને ‘વર્જય’ માનવા લાગે છે.
સરકારની નીતિ રીતિઓ ચકડોળની જેમ કે ચકકરડીની જેમ ફરતી રહેતા એમને મનોવેદનાનો અનુભવ થાય છે. આને કારણે આપણો સમાજ મેન્ટલ હોસ્પિટલ જેવો બની રહે છે !
એક વૈશ્ર્વિક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં અને વિશ્ર્વમાં મનોરોગીઓની સંખ્યા એટલી બધી વધતી રહી છે કે, પર્યાવરણ દિનની માફક હવે વિશ્ર્વ માનસિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી દર વર્ષનાં આયોજનમાં ઉમેરાઈ છે. આપણો સમાજ આજે મનોરોગીઓ મનોરૂગ્ણોનો સમાજ બની રહ્યો છે. અગાઉ લોકો પૂરેપૂરા ગાંડા-ઘેલા થઈ જતા હતા, અને ત્યારે તેમને મનોચિકિત્સકો પાસે સારવાર માટે લઈ જવામાં આવતા હતા. અને ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરાતા હતા. આજે સમાજમાં આંશિક રીતે ગાંડા લોકોની, અર્થાત્ સમજમાં અને સુનિશ્ર્ચિત નિર્ણય લેવામા અર્ધદગ્ધ લોકો હોવાનો દાવો થાય છે.
આપણી પૃથ્વી બની અને તેમાં જે માનવજાત વસી તે ઘણે ભાગે સ્પર્ધા મૂકત અને ચિંતામુકત હોવી જોઈએ. એ વખતે પૃથ્વીને કોઈ નિશ્ર્ચિત સરહદો નહોતી એની માલિકી નહોતી, કોઈના ઉપર કોઈની સત્તા ન હોતી, કોઈ નાત-જાતના વાડા ન હોતા.
રાજા પણ ન હતા રાણી પણ ન હતી.
ન રાજા રહેગા, ન રાની રહેગી યહ માટી સભીકી કહાની કહેગી… યહ ભરભરકે આંખોમે માની કહેગી યહ માટી સભીકી કહાની કહેગી….
રાંક પ્રજા નહિ હોય, જુલ્મો નહીં હોય, આંસુ નહિ હોય…
અણગમતા અતીતનું નામનિશાન નહીં હોય !
એ પછી જ ચાણકય હોવા હશે, તક્ષલીલા અને જ્ઞાન વિજ્ઞાનના ભંડાર આવ્યા હશે.
સુવર્ણયુગ આવ્યો હશે.
ચંદ્રગુપ્ત આવ્યો હશે.
દ્વારકા અને સોમનાથના સ્થાપત્યો આવ્યા હશે.
વિકાસની નવી નવી દિશાઓ ખૂલી હશે નવાં નવાં લાભ-શુભ પ્રયાણોની કેડીઓ કંડારાઈ હશે.
કોરોનાગ્રસ્ત આપણો દેશ વહેલી તકે નવા કલેવર ધરે અને શ્રી રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ રામરાજયને નીકટ લાવે એવી પ્રાર્થના.
જો આ દેશના રાજકારણીઓ-રાજકર્તાઓ અને રાજાઓ કે રાણીઓ નિષ્પાપન બનશે અને મતિ ભ્રષ્ટતાને તિલાંજલી આપશે તો જ ઈશ્ર્વરની કૃપા ઉતરશે એમ કહ્યાવિના છૂટકો નથી !