હવસખોર ત્રણ સંતાનના પિતાની ધરપકડ
શહેરની ભાગોળે નવાગામ આણંદપર ગામનીરંગીલા સોસાયટીમાં રહેતાં ૨૯ વર્ષનાં અને ત્રણ સંતાનોનાં પિતા અરવિંદ હકાભાઈ બાલાણીનામના શખ્સે એક તરૂણીને બદનામ કરવાની બીક બતાવી તેની ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ કુવાડવા પોલીસમાં જાહેર થયો છે. પોલીસે રેપ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ભોગ બનનારની ઉંમર માત્ર ૧૪ વર્ષ . તેણે પોલીસને કહ્યું કે, આરોપીનાં ઘરે તેને તથા તેના પરિવારને અવર-જવર કરવાનો વહેવાર હતો. આરોપી જયારે પણ તેના ઘરે આવતો ત્યારે તેની ઉપર નજર બગાડતો હતો. પાંચેક માસ પહેલા આરોપીની પત્ની તેને ઈમિટેશનનું કામ કરવા પોતાના ઘરે તેડી ગઈ હતી. બાદમાં આરોપીની પત્ની કોઈ કામઅર્થે બહાર જતા એકલા પડેલા આરોપીએ તેને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ઘટનાનેકારણે તે ગભરાઈ જતા ચાર પાંચ દિવસ તો ઘરની બહાર પણ નિકળી ન હતી.
આ ઘટનાનાં એકાદ માસ પછી આરોપીફરીથી તેના ઘરે આવ્યો હતો ત્યારે ઘરમાં કોઈ ન હતું. જેનો ગેરલાભ લઈ આરોપીએ સેલ્ફી બતાવી અન્યથા બધાને તે દેખાડી બદનામ કરી નાખવાનીધમકી આપી ફરીથી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી સાતેક દિવસ પછી ફરીથી તેના ઘરે આવી સીમકાર્ડ સહિતનો મોબાઈલ આપ્યો હતો. જેની ઉપર તેની સાથે વાતચીત કરતો હતો. છેલ્લા એક માસમાંઆરોપીએ તેને ડરાવી, ધમકાવી પોતાના ઘરે બોલાવી ચારથી પાંચ વખતબળજબરી કરી હતી.
ગઈ તા.૮મીએ આરોપીએ તેને કોલ કરી મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી મોડીરાત્રે ઘરની બહાર બોલાવી નવાગામઢોરે લઈ જઈ ત્યાં હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ અત્યારે મારીપાસે રૂપિયાનથી. પછી જમીનવેંચી તેને ભગાડી જઈશ તેમ કહી ત્યાંથી ભાગી ગયો હતો તે ડરી જતાં તે દિવસે ઘરે પણ ગઈન હતી. અંતે ઘરે પહોંચી વાલીઓને આપવીતી જણાવતા ફરિયાદ નોંધાવાનોનિર્ણય લઈ આજે બપોરે કુવાડવા પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.ડી.ચંદ્રવાડીયા અને હિતેષ ગઢવીએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.