નેપાળમાં વર્ષ ૨૦૧૫માં આવેલા ૭.૮ તીવ્રતાના ભૂકંપથી માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ ઘટી ગઈ હોવાની વૈજ્ઞાનિકોની આશંકાને કારણે પૂન: માપન કરવાનો સર્વે ઓફ ઈન્ડિયાએ પ્રસ્તાવ મૂકયો હતો
વર્ષ ૨૦૧૫માં ભૂકંપ બાદ દુનિયાનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ ઘટી ગઈ હોવાનું ઘણા સંશોધકોનું તારણ છે. જેથી માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈનું સંયુકત રીતે પૂન: માપન કરવા ભારતે પ્રસ્તાવ મૂકયો હતો. જેમાં નેપાળે નનૈયો કર્યો છે. ભારતના આ પ્રસ્તાવનો નેપાળે અસ્વિકાર કર્યો છે.
નેપાળનું કહેવું છે કે તે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ ખુદ માપશે તેમ હીમાલયન નેશનના સર્વે વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું છે. જણાવી દઈએ કે, હિમાલય પર્વતમાળાની આ સર્વોચ્ચ પર્વત ચોટીની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે. નેપાળના સર્વેક્ષણ વિભાગના ડાયરેકટર જનરલ ગણેશ ભટ્ટે જણાવ્યું કે, નેપાળ માઉન્ટ એવરેસ્ટની ફરી ઉંચાઈ માપવા જ‚રી આંકડા હાંસલ કરવા માટે ભારત અને ચીનની મદદ માંગશે સુત્રોના જણાવ્યા અનુસાર સંયુકત રીતે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ માપવા નેપાળે ના કહી છે તો તેની પાછળ ચીનનો હોય છે. કારણ કે પર્વત ચોટી ચીન-નેપાળની સીમા પર છે.
ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મતાનુસાર વર્ષ ૨૦૧૫માં એપ્રીલ માસમાં નેપાળમાં આવેલા ૭.૮ તીવ્રતાના ભૂકંપ બાદ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈને લઈ વૈજ્ઞાનિકોએ સંદેહ રજૂ કર્યા હતા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કામ કરનારી ૨૫૦ વર્ષ જૂની સંસ્થા સર્વે ઓફ ઈન્ડીયાએ વૈજ્ઞાનિક અભ્યાસના ભાગ‚પે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ સંયુકત રીતે ફરી માપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જણાવી દઈએ કે, એપ્રીલ વર્ષ ૨૦૧૫માં નેપાળમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી હતી જેમાં ૮૦૦૦ કરતા વધુ લોકો મોતને ભેટયા હતા તેમજ લાખો લોકો બેઘર થયા હતા.
ભારતના મહા સર્વેક્ષણ મેજર જનરલ ગીરીશકુમારે જણાવ્યું કે નેપાળે પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યો ન હતો. અને હવે તે કહી રહ્યું છે કે આ કામ તે ભારત અને ચીનમાંથી એકેયને સામેલ કરશે નહિ, અને તે પોતે જ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ માપશે.
ગણેશ ભટ્ટે જણાવ્યું કે, આ પરિયોજના પર શરૂઆતની કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. અને નેપાળ સર્વેક્ષણ માટે પ્રાથમિક માહિતી એકત્રીત કરી રહ્યું છે. જેમાં લેવલીંગ ડેટા ભારત પાસેથી માંગશે જયારે ગ્રેવિટી ડેટા ચીન પાસેથી માંગવાનો અનુરોધ કરાયો છે. માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ માપવામાં ડેટાની મહત્વની ભૂમિકા રહેશે નેપાળે જણાવ્યું છે કે માપ માટે તેનો ચીની ક્ષેત્રમાં જશે નહિ અને એવરેસ્ટપર આંકડા સોંપવાનું કામ વર્ષ ૨૦૧૯માં થશે.