ધારિયા અને કુહાડીથી સામસામે હુમલો: ચારની ધરપકડ: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
વિછીંયા તાલુકાના મોટીલાખાવડ ગામે મકાનની દિવાલ બનાવવા જેવી સામાન્ય બાબતે પાડોશી પરિવાર વચ્ચે થયેલી બોલાચાલીમાં ધારિયા અને કુહાડીથી સામસામે હુમલો થતા મહિલા સહિત પાંચ ઘવાયા છે. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી ચારની ધરપકડકરી છે.
આ અંગેની પોલીસમાંથીપ્રાપ્ત વિગત મુજબ વિછીંયાના મોટી લાખાવડ ગામે રહેતા રણછોડભાઇ ઉર્ફે મુન્નાભાઇ રૂપાભાઇ સાંબડના મકાન પાસેદિવાલ કરવાના પ્રશ્ને ગભરૂ સવશી સાંબડ સાથે બે માસ પહેલાં થયેલા ઝઘડાના કારણેગભ‚ સવશી સાંબડ, વિભા સવશી સાંબડ અને સવશી મેઘા સાંબડ નામના શખ્સોએ કુહાડી અને ધારિયાથી રણછોડભાઇ સાંબડ અને તેના ભાઇ રામશી સાંબડ પર ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે ગભરૂ સવશી સાંબડ, તેની માતા અને ભાઇવિભા સાંબડ પર ધારિયાથી રણછોડ ઉર્ફે મુન્નો રૂપા અને રૂપા મોતી નામના શખ્સોએ હુમલો કર્યાની વિછીંયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પી.એસ.આઇ. વી.એમ.કોલાદરા સહિતના સ્ટાફે રણછોડ ઉર્ફે મુન્નો સાંબડ, રૂપા મોતી, વિભા સવશી અને સવશીમેઘા નામના શખ્સોની ધરપકડ કરી તપાસ હાથધરી છે.