રસોઇ બનાવવા બાબતે માતા સાથે ઝઘડતા પુત્રને ઠપકો આપતા થયેલી બોલાચાલીનો ખાર રાખી પાંચ શખ્સોએ ઢીમ ઢાળી દીધું

નવાગામ (આણંદપર)માં મામાવાડીમાં રહેતા રીક્ષા ચાલવતા દેવીપુજક યુવાને સવારે તેની માતાને ગાળો ભાડવા બાબતે પાડોશીએ ટપાર્યા બાદ બપોરે તેની પાંચ શખ્સોએ પાઇપ, લોખંડના સળીયા વડે હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. કુવાડવા પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સામા પક્ષે એક હુમલાખોરને ઇજા થતાં સીવીલહમાં સારવાર મેળવી હતી.

હત્યાના બનાવ અંગે નવાગામ આણંદપરમાં રહેતા લાભુબેન પોલાભાઇ કાંજીયા (ઉ.વ.૬૦) ની ફરીયાદ પરથી કુવાડવા પોલીસે તેના પુત્ર આકાશની હત્યા નિપજાવનાર આમીશ શેખ, ઇરફાન શેખ, રિઝવાન શેખ, મુકુસુદ શેખ, સત્યમસીગ રાજપૂત સામે હત્યા મારામારી, રાયોટ, જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. એમ.સી.વાળા એ હાથ ધરી છે.

નવાગામ આણંદપરમાં રહેતો રીક્ષા ચલાવતો આકાશ પોલા કાંજીયા (ઉ.વ.ર૧) એ બપોરે તેની માતા લાભુબેન સાથે રીંગણાનું શાક બનાવવા બાબતે બોલાચાલી થતાં પુત્રે તેની માતાને ગાળો ભાડી હતી. જે ગાળો બોલવા બાબતે પાડોશી આમીરખાન શેખે તેને ટપારીને કહ્યું હેતુ કે, જોર જોરથી ગાળો ન બોલ, અમારા ઘર સુધી ગાળો સંભળાય છે. તેથી આકાશ દેવીપુજક તેને કહ્યું કે, અમારા ઘરમાં ગાળો બોલુઁ  છું. એમાં તમારે શું લેવા છે.

આ મુદ્દે બન્ને પાડોશી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી સવારે મારકુટ પણ કરવામાં આવી હતી જે ઘટના તેની ભાભી કોમલે નજરે જોઇ હતી. ત્યારબાદ સાંજે રીક્ષા ચાલક દેવીપુજક યુવાનને મામાવાડી પાસે આમીર શેખ, ઇમરાન શેખ, મકસુદ શેખ અને સત્યામ સીંગ રાજપૂતે સવારના ઝઘડાનો ખાર રાખી સવારના ઝઘડાનો ખાર રાખી આકાર ઉપર પાઇપ અને સળીયા વડે હુમલો કર્યો હતો. આરોપી સત્યમસિંગ રાજપુતે લોખંડનો સળીયો દેવીપુજક યુવકને માથાના ભાગે ફટકારતા ગંભીર રીતે ઇજા થતાં ઢળી પડયો હતો. જયારે અન્ય ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા બેશુઘ્ધ થઇ ગયો હતો. સ્થાનીક લોકો સારવારમાં યુવકને ખસેડે તે પૂર્વે જ મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના એમ.સી.વાળા, રાઇટર હિતેષ ગઢવી સહિતનાસ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ દેવીપુજક યુવકના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો હતો. જે અંગે જાણ થતા મૃતક યુવકના સગા ચાર ભાઇ, બે બહેન તેનજા પિતા સીવીલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

હત્યાનારા બનાવમાં સામાપક્ષે સત્યમસિંગ રવિન્દ્રસિંગ રાજપૂત (ઉ.વ.૨૩), ને પણ પગના ભાગે લોહીયાળ ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો. મારામારી સમયે આકાશ દેવીપુજકે છરી વડે પગના ભાગે ઇજા કર્યાનું પોીસને જણાવ્યું હતું. હાલ હત્યાનો આરોપી સીવીલ હોસ્પિટલમાંથી ભોગી ન જાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો હત.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.