ભારતમાં ઉત્પાદિત રસીઓ વિશ્ર્વભરમાં ઘુમ મચાવવા તૈયાર
‘કોરોના કવચ’ માટે ૧૩ દેશોનો ભારત સાથે સંપર્ક: પ્રથમ જથ્થો મેળવનાર દેશ માલદીવ અને ભૂતાન બન્યાં !
કોરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીને દુર કરવા દુનિયાના તમામ દેશો મથામણ કરી રહ્યા છે. ભારત સહિત મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ મોટાપાયે શરુ થઇ ગઇ છે પરંતુ વિશ્ર્વના એવા ઘણાં નાના અને આર્થિક પછાત દેશો છે જયાં ‘કોરોના કવચ’ મળ્યું નથી ત્યારે આ કપરાકાળમાં જરૂરિયાત મંદ દેશોને રસી પહોચાડવાનું બીડું ભારતે ઉપાડી પોતાની ઉદારતાનું વધુ એક ઉદાહરણ પુરૂ પામ્યું છે તો આ સાથે ‘પાડોશી ધર્મ’ નિભાવી ભારતીય ઉપખંડના દેશોને રસીના ડોઝ પહોચાડવાના અભિયાનની આજથી શરૂઆત કરી દીધી છે.જેમાં ભારતમાંથી રસીની આયાત કરનાર પ્રથમ દેશ માલદીવ અને ભુતાન બનશે એટલે કે, ભારતમાંથી વિદેશમાં સૌ પ્રથમ રસી મોકલાવનારા દેશોમાં પ્રથમ ક્રમે માલદીવ અને ભૂતાન છે. પ્રથમ તબકકામાં માલદીવ અને ભુતાન સહિત વિશ્ર્વના છ દેશોમાં રસીનો જથ્થો પહોચાડવાની સરકારની યોજના છે. પ્રથમ રાઉન્ડમાં માલદીવને કોવિશીલના ૧ લાખ ડોઝ જયારે ભુતાનને દોઢ લાખ ડોઝ આજે પહોચાડાયા છે. જયારે આવતીકાલે બાંગ્લાદેશ અને નેપાળમાં તો ત્યારપછીના દિવસે એટલે કે શુક્રવારે મ્યાનમાર અને શેસેલ્સમાં પહોચાડાશે. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મોરીશીસમાં પણ રસી પહોચાડવાની છે. પરંતુ તે માટેનું ક્ધસાઇન્મેન્ટ કયારે રવાના થશે એ માટે હજુ સરકાર દ્વારા આદેશ કરાયા નથી.
આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં ઉત્પાદિત થયેલી રસી કોવિશીલ્ડ અને કોવેકિલનના સૌ પ્રથમ ધરેલું માંગ સંતોષાશે ત્યારબાદ જ નિકાસને મહત્વ અપાશે, માલદીવ કે જે કોવિડ પડકારોનો સામનો કરવા માટે મેડીકલની તમામ સુવિધાથી માંડી રસી મેળવવા સુધી ભારતનો એક મોટો ભાગીદાર દેશ છે. ભારત માત્ર રસી જ નહિ પણ આ સાથે આ તમામ દેશોમાં ડોકટર, હેલ્થ વર્કરોને રસી આપવા માટેની તાલીમ પણ આપશે તો રસી સંગ્રહણ માટેની સુવિધા ડેટા મેનેજર સહિતના વ્યવસ્થાપનમાં પણ દેશોની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, પોતાના નાગરીકોને કોરોનાની રસી આપી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા ઘણાં દેશોએ ભારતનો સંપર્ક કર્યો છે.
આવતીકાલે બાંગ્લાદેશ, નેપાળ તો શુક્રવારે મ્યાનમાર અને સેશેલ્સને મોકલાશે કોવિશિલ્ડ રસીની પ્રથમ ખેપ
ભારત માત્ર રસી જ નહીં પરંતુ ડોઝની સંગ્રહ ક્ષમતાની સુવિધા અને હેલ્થ વર્કરોને ટ્રેઇનીંગ પણ આપી પાડોશીની સાથે માનવ ધર્મ નિભાવશે!!
તાજેતરમાં બ્રાઝીલના પી.એમ. બોલ્સોનારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ ને પત્ર લખી માંગ કરી હતી કે શકય તેટલી ઝડપે કોવિશીલ્ડ રસીના ડોઝ પહોચાડે બ્રાઝીલ ઉપરાંત, કંબોડિયા, દક્ષીણ આફ્રિકા સહિતના દેશોએ પણ ભારત સમક્ષ રસી માટે માંગ કરી છે.