કોલેજ દ્વારા યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
અબતક,રાજકોટ
યુવા બાબત અને રમત ગમત મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર, રાજકોટ અને લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ, અતરંગી રમતોત્સવ-“જશ્ન-એ-આઝાદી” નો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા યુવા અધિકારી સચિન પાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે યુવાનો કલા અને સંસ્કૃતિના ભવ્ય ભારતીય વારસા પ્રતિ જાગૃત થાય અને તેની ગરિમા જાળવી રાખે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ કણકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો હેલીબેન ત્રિવેદી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અતરંગી મહોત્સવમાં ડાન્સ, સિંગિંગ, ક્વિઝ, થિયેટર અને ફાઇન આર્ટ્સ-આ પાંચ કેટેગરીમાં 15 કૃતિઓ જેવી કે સોલો ડાન્સ ,ગ્રુપ ડાન્સ, સોલો સિંગીંગ, ગ્રૂપ સીંગિંગ , મીમીક્રી ,અંતાક્ષરી ,પોસ્ટર મેકિંગ, પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, શોર્ટ ફિલ્મ વગેરે સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં નિર્ણાયક તરિકે કાવ્યા માકડ, પોસ્ટર અને પેન્ટિંગ માટે જીતેન્દ્ર માંકડ, મ્યુઝિક ઇવેન્ટ માટે ચેતસ ઓઝા, કપિલ ગાયકવાડ થિયેટર માટે, ઝંખના ભટ્ટ ડાન્સ માટે, વિલિયમ ગેડેશા થિયેટર માટે જ્યારે ક્વિઝ ઇવેન્ટ માટે શ્વેતા મહેતા ,શ્રેયા સંઘવી અને હિમાંશુ ચતુર્વેદી દ્વારા સેવા આપવામાં આવેલી. કાર્યક્રમમાં દરેક ઇવેન્ટ જેવી કે મ્યુઝિક ડાન્સ, થિયેટર ,ક્વીઝ અને ફાઈન આર્ટસમાં વિજેતા અને ઉપવિજેતા રહેલ તમામ સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટિફિકેટ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિના હસ્તે એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે ડો.ભરત રામાણી આચાર્યશ્રી લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક પ્રભુ નાથ ઓઝા તેમજ અન્ય શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જૂદી-જૂદી કોલેજના કુલ 110 ભાઈઓ અને બહેનોએ ઉતસાહપૂર્વક ભાગ લીધો હતો.