ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં વારંવાર કરફ્યુ રહેતો, ભાજપે તે ઘટનાને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધી
દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ બંધારણમાં કલમ 370 ઉમેરીને જમ્મુ અને કાશ્મીરમાં સમસ્યા ઊભી કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 2019 માં વિશેષ દરજ્જો આપતી જોગવાઈને રદ કરી આ સમસ્યા દૂર કરી તેમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ’ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં શાહે કહ્યું હતું કે કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ઘણી વખત તેમની પાર્ટીને ટોણો મારતી હતી, પરંતુ હવે તે ભવ્ય મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દે શાહે રેલીમાં એકઠા થયેલા લોકોને પૂછ્યું કે શું તેઓએ ક્યારેય વિચાર્યું છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું તેમનું સપનું પૂરું થશે? તેમણે કહ્યું કે, ’કોંગ્રેસ ’મંદિર વહી બનાયેગે, પણ તારીખ નહીં કહેગે’ જેવા નારા લગાવીને અમને ટોણા મારતી હતી.’તેઓએ ઉમેર્યું કે “જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે 365 દિવસમાંથી 200 દિવસ રાજ્યમાં કર્ફ્યુ હતો. તેઓ વિચારતા હતા કે જો લોકો એકબીજામાં લડતા રહેશે તો તેમને ફાયદો થશે. હવે તે ભૂતકાળની વાત છે.”
કોંગ્રેસના શાસનના પાકિસ્તાન આપણા સૈનિકોમાં માથા કાપીને લઈ જતું
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના સાશનમાં, પાકિસ્તાન આપણા સૈનિકોના માથા કાપીને લઈ જતું હતું. જ્યારે અમારી સરકાર આવી, તેઓએ ફરીથી તે જ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ ભૂલી ગયા કે આ ’મૌની બાબા’ની સરકાર નથી. આતંકવાદી ઘટનાઓના થોડા દિવસો બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી જવાબ આપ્યો હતો.
મોદી સરકારે અનેક તીર્થ સ્થળોનો વિકાસ કર્યો
શાહે કહ્યું કે મોદી સરકાર મહત્વપૂર્ણ તીર્થસ્થળોનો વિકાસ કરી રહી છે. તેણે કહ્યું, ’સોમનાથ, દ્વારકા, કાશી, કેદારનાથ કે ઉજ્જૈન જાવ. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે તે તમામ તીર્થસ્થળોનો વિકાસ કર્યો છે, જે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર દરમિયાન તેમની પોતાની મરજી પર છોડી દેવામાં આવ્યા હતા. મોદીની આગેવાની હેઠળની સરકારે સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે કડક પગલાં લીધા છે.
દેશની સૌથી જૂની પાર્ટી સુરક્ષા અને વિકાસ કરવામાં અસક્ષમ
બીજેપી નેતાએ પુનરોચ્ચાર કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટી ન તો સુરક્ષા પ્રદાન કરવામાં સક્ષમ છે કે ન તો ભારતનો વિકાસ કરી શકે છે. તેમણે કહ્યું કે આ કરવા માટે માત્ર ભાજપ જ સક્ષમ છે. વિપક્ષ પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતમાં કર્ફ્યુ સામાન્ય હતો, પરંતુ જ્યારે ભાજપ રાજ્યમાં સત્તામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ.