અમદાવાદને ગ્રીન સીટી-સ્માર્ટ સીટી બનાવવા શહેરીજનોનો સહકારી જરૂરી
કલીન સ્ટ્રીટ, કલીન વોટર અને કલીન એર આ પ્રથમ પ્રાથમિકતા છે. અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની કલીન અમદાવાદ અને પાયાની જરૂરીયાતો સંતોષાય તે મંત્ર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યો. ૨૦૦૧ બેંચના આઈએએસ ઓફિસર નેહરાએ જણાવ્યું કે, કોર્પોરેશનના સારા રસ્તા, કચરાનો નિકાલ, ગટરના પાણીનો નિકાલ, પીવાના પાણીની સુવિધા અને પ્રાથમિક જરીયાતો સંતોષવા કટીબઘ્ધ રહેશે અને અમદાવાદને સ્માર્ટ સીટીનો દરજજો અપાવશે.
નેહરાએ જણાવ્યું કે, સ્વચ્છતાના બે પાસામાંથી એક મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજુ સીટીઝન્સ છે. કચરાના નિકાલથી પ્રોસેસીંગ સુધીની કામગીરી મ્યુનિ.ની છે. કલેકશન અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત ધ સેગરીગેશન પ્રોસેસીંગ નબળી છે જેની પર ફોકસ થશે પણ લોક જાગૃતિ વધારાશે તો જ મ્યુનિ. સારી કામગીરી કરશે અને ત્યારે જ નાગરિકોને કહી શકશે. વધુમાં તેમણે કહ્યું કે, આપણે બંને સેકટર્સે ભેગા મળીને કામ કરવાનું છે. ગરીબ વર્ગને હેલ્થ અને એજયુકેશન મળી રહે તેવા પ્રયત્નો કરાશે.
અમે માળખાકીય જરીયાતો સંતોષાય તેવા પ્રયત્નો કરીશું એમાં શહેરના દરેક નાગરિકોને સાથ સહકાર આપવો પડશે. કોર્પોરેશન દ્વારા ગ્રીન સીટી બનાવવા કોકીટના જંગલમાં વૃક્ષારોપણ કરાવાશે. ગાર્ડન, પાર્ક, લાયબ્રેરી, રોડ રસ્તાના કામ સત્વરે શરૂ કરવામાં આવશે. અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, અમદાવાદમાં રોડ-રસ્તા માટે શોર્ટ અને લોન્ગ ટર્મ બે આયોજન રહેશે. શોર્ટ ટર્મમાં વરસાદ દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી ભોગવવી પડે તે રીતે કામ કરાશે.