• સમગ્ર વિશ્વની ભારતના વાણિજય મંત્રી ઉપર મીટ
  • ભારત માટે વિકાસના દ્વાર ખુલ્યા

રશિયા યૂક્રેન ના યુદ્ધ વધારે જે આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે અને સામે ખાદ્યસામગ્રી માટે પણ જે અછત સર્જાય છે તેના માટે ભારત વિશ્વ માટે એક સૌથી પ્રબળ વિકલ્પ તરીકે ઊભું થયું છે પરંતુ ઘણા કારણોસર અનેક દેશો દ્વારા ભારતની ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ ટૂંક સમય માટે લાદવામાં આવેલો છે પરંતુ તેના જવાબમાં ભારતે એ વાત સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેમનો હેતુ માનવ જાતને બચાવવા માટેનો છે નહીં કે વ્યાપાર કરવા માટે. ભારત દ્વારા જે ઘઉંની નિકાસ અન્ય દેશોમાં કરવામાં આવી રહી છે તું મુખ્ય કારણ એ છે કે ઘણા દેશો ના લોકો હાલ ખાદ્ય-સામગ્રી ની અછતથી પીડાઈ રહ્યા છે. ત્યારે તેમની વહારે આવી ભારત નિકાસમાં આગળ વધી રહ્યું છે.

બીજી તરફ વિશ્વમાં ખાદ્ય ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તેના માટે ડબલ્યુટીઓ દ્વારા ભારત સાથે બેઠક યોજવામાં આવી હતી અને એ વાતની સ્પષ્ટતા કરાઇ હતી કે ભારત સાથે વ્યાપાર સંબંધ વધુ મજબૂત બનાવાશે એટલું જ નહીં અન્ય વિદેશમંત્રીઓની પણ ભારતના વાણિજય મંત્રી ઉપર મીટ હોવાનું સામે આવ્યું હતું જેનું મુખ્ય કારણ એ છે કે તેમને એ વાતનો ખ્યાલ નથી કે ભારત ઈચ્છી રહ્યું છે. હાલની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે વિશ્વમાં ભારતે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે અને વિશ્વાસ પણ સ્થાપિત કર્યો છે. વિશ્વના અન્ય દેશો પણ ભારત સાથે વ્યાપાર વૃદ્ધિ માટે સતત મંત્રણા કરી રહ્યા છે અને વિવિધ મુદ્દે કરારો પણ હાથ ધરવામાં આવે છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે હાલ જ સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી ભારતને વિશ્વના અન્ય દેશો કે જેવો વ્યાપાર મિત્રે ભારત સાથે જોડાયા ન હતા તેમની સાથે વ્યાપાર સંબંધ વધુ ગાઢ બનાવવામાં આવશે જે દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત ઉપયોગી પણ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.