16 લાખ લીટર પાણી સ્ટોરેજ સંપની ખસ્તા હાલત
અબતક્, નેહુલલાલ, ભાટીયા
કલ્યાણપુર તાલુકા તેમજ ઓખા મંડળ વિસ્તાર ને પાણી સપ્લાય નો મેન સપ્લાય સંપ જામ કલ્યાણપુર ખાતે આવેલ હોય જેની સ્ટોરેજ ક્ષમતા 16લાખ લીટર જેટલી હોય પરંતુ આટલા મોટા સ્ટોરેજ સંપ ની હાલત ખસ્તા હાલત છે. આમાં તંત્રની ઘોર બેદરકારી સમજવું કે ભ્રષ્ટાચારનું પરિણામ પીવાના શુધ્ધ પાણી પ્રજા ને આપવા ના સરકાર ની મોટી જાહેરાતો વચ્ચે આ નરી હકીકત સરકાર તેમજ તંત્ર નું ચીર હરણ કરી રહી છે
હકીકતે પીવાના શુદ્ધ કરેલ પાણીને સ્ટોર કરવા માટે ના સંપ ને પુરી રીતે ઢાંકેલ હોવો જોઈએ પરંતુ જામ કલ્યાણપુર સ્થિત સંપ ઢાંકવા જેવું કંઈ છેજ નહીં ઉલટાનું સ્લેબ ના ટુકડા જીવન મરણ વચ્ચે જોલા ખાતા નજરે ચડે છે.જે સ્લેબના ટુકડા તંત્રની બેદરકારીને નગ્ન કરી રહ્યા છે.
આ સંપ પ્રજા ને પીવા માટે ના પાણી નો હોય પરંતુ આ ખુલ્લા સંપમાં ઝેરી જીવ જંતુ ચોક્કસ પડતા જ હશે સાથે ધુળ કચરો વગેરે પણ આ પીવાના પાણી માં પડતા જ હશે આ બાબત આરોગ્ય સાથે ચેડાં કરતી હોય.આ બાબતની ચોક્કસ તપાસ કરી તાત્કાલિક યોગ્ય કરવું અનિવાર્ય છે.