અમદાવાદમાં 114 કેસ, વડોદરામાં 26 કેસ, સુરતમાં 20 અને રાજકોટ શહેરમાં 12 કેસ: એકિટવ કેસનો 1100 ને પાર

કોરોનાએ જાણે વિદાય લઇ લીધી છે તેવી હવામાં ફરતા ગુજરાતીઓની બેદરકારી હવે ભારે પડી રહી છે. રાજયમાં જાણે કોરોનાની ચોથી લહેર શરુ થઇ ગઇ હોય તેવી દહેશત વચ્ચે કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 110 દિવસના લાંબા અંતરાલ બાદ ગુરુવારે રાજયમાં કોરોનાના 200 થી વધુ કેસ નોંધાયા હતા. ગઇકાલે નોંધાયેલા રર8 કેસ પૈકી 183 કેસનો માત્ર મહાનગરોમાં નોંધાયા છે આ સાથે એકિટવ કેસનો આંક 1102 એ પહોંચી ગયો છે 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે.ગઇકાલે રાજયમાં કોરોનાના નવા રર8 કેસો નોંધાયા હતા.

અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 114 કેસ, વડોદરા કોર્પોરેશનમાં ર6 કેસ, સુરત કોર્પોરેશન 20 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 12 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ચાર કેસ નોંઘયા છે. આ ઉપરાંત સુરતમાં 6 કેસ, નવસારીમાં પ કેસ, ભરુચમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ, અમદાવાદ, અમરેલી, કચ્છ અને મોરબી જીલ્લામાં નવા બબ્બે કેસ નોંધાયા છે. જયારે ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદર જીલ્લામાં એક એક કેસ નોંધાયા છે.રાજયમાં ગઇકાલે 117 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ 110ર એકિટવ કેસ છે જે પૈકી 3 વેન્ટીલેટર પર છે. અત્યાર સુધી 10946 વ્યકિતઓના મોત નિપજયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.