જયાં સુધી નિષ્પ્રાણ રહેલી માનવમૂડીના વિકાસની ગતિ સોએ સો ગણી નહિ વધારાય ત્યાં સુધી આપણા દેશની ગરીબી હરગીઝ નહિ હટે… જે ઘડીએ ગરીબો બેરોજગારીની બહાર નીકળીને કામ કરતા થઈ જશે તે ઘડીથી જ આ દેશ ગરીબ દેશના કલંકની બહાર નીકળી જશે…
સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે માત્ર શ્રીમંતો જ નહિ પણ ગરીબ પ્રજા પણ એમાં જોડાઈ હતી એ ભૂલવા જેવું નથી દેશના આગેવાનોએ આપણા હિન્દુસ્તાનમાં ઘી દૂધની નદીઓ વહેવાની સુખદ કલ્પનાઓ કરી હતી. આજના પ્રધાનો અને નેતાઓ એમનાં આશા-અરમાન સિધ્ધ કરી શકયા નથી. એ વિષે આત્મખોજ કરવાનો સમય પાકી ગયો છે. સત્તા અને ધનની ભૂખનાં રાજકારણે દેશની આઝાદી સામે અને લોકશાહી સામે પ્રજાકીય વિદ્રોહનો ખતરો સજર્યો છે. અને બુધ્ધની આ ભૂમિને યુધ્ધભૂમિ અર્થાત્ વર્ગવિગ્રહની ભૂમિ બનાવી દેવાની ચેષ્ટા કરી છે.
આ લખાય છે ત્યારે આપણા દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, અને તે હજુ કેટલી હદે પહોચી જશે તે કહી શકાય તેમ નથી.
આ દેશમાં અત્યારે બધું જ લોલંલોલ ચાલે છે. જાણે કે કોઈ કોઈને પૂછવાવાળુ કે રોકવાવાળું નહિ.
એક તરફ નિરંકુશ શાસનની હૈયા હોળીમાં પ્રજા પીડાય છે. તો બીજી બાજુ વહીવટી ક્ષમતાનું નામનિશાન નથી!
આજનો યુવાન કહે છે મારી કલ્પનાનું ભારતતો સહનશીલતા, પરિપકવતા, મનની ભદ્રતા, કોઈનું પડાવી લેવાની વૃત્તિ વગરની પ્રશાંત આત્મભાવ, સમજણથી છલોછલ એવા હૃદયની શાંતિ અને બધશ જ જીવો પ્રત્યેની એકતા અને કરૂણાથી લથબથ એવો પ્રેમ આબ ધી જ બાબતો ભારત ભવિષ્યમાં સમગ્ર વિશ્ર્વને શીખવશે આ મહાન શબ્દો છે. વિલ દૂરાંના.
જર્હાં ડાલ ડાલ પર સોને કી ચિડિયાં કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા…
આ ગીતના મધુર અને ભાવવાહી શબ્દો સાંભળતા આજે પણ ભારતીય હોવાનું ગૌરવ થઈ આવે છે.ભારતીય સંસ્કૃતિ મહાન છે, પણ તેનું જતન કરનારા કેટલા ?
જે ધરતી પર રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીર, ગાંધી, શાસ્ત્રી, સરદાર, વિવેકાનંદ, અને કેટલીયે વિભૂતિઓ અવતરી તે દેશ માટે કલ્પના કરવી એ પણ ગર્વની વાત છે.
પહેલા તો હું અને મારા ભારતીય ભાઈ બહેનો દેશ પ્રત્યે નિષ્ઠા જગાવવા પ્રયત્ન કરીશ. મને મારા દેશ પ્રત્યે માન છે. સર્વત્ર ભ્રષ્ટાચાર, અત્યાચાર, મોંઘવારી, દહેજ, દાણચોરી, કોમવાદ, આતંકવાદ, ગરીબી, બેકારી, સંગ્રહખોરી જેવા અજગરોને મૃત્યુને ઘાટ ઉતારી સ્વસ્થ, સ્વચ્છ અને રામરાજય સમું ભારત જોઈએ એ સાથે મળીને થાય.
દેશની વ્યપાક અને વિશાળ ગરીબીને હટાવવા માટે આમ માનવમૂડીને સંચલિત અને ક્રિયાશીલ કર્યા વિના છૂટકો નથી. આવી બેકારી અને બેરોજગારીને કાબુમાં લેવાની જવાબદારી સરકારમાં બેઠેલાઓની છે. સરકારનું આને લગતુ ખાતું જો આવડત અને ક્ષમતા વગરની વ્યકિતને અર્થાત, ઠોટ નિશાળિયાને, માત્ર લાગવગનાં ધોરણે જ અપાય તો આખો દેશ બેહાલ બન્યા વિના રહે નહિ એમ કહ્યે જ છૂટકો છે !