પ્રતિ મતદાન મથક ઉપર ૧૨-૧૨ ઈવીએમ મશીન મુકવાનો ચૂંટણી પંચની મજબૂરી: ૧૮૫ ઉમેદવારને લઇ ચૂંટણી ખર્ચ ૩૫ કરોડને આંબશે
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કલ્વકુંતલા કવિતા નિઝામાબાદ બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે. કહેવામાં આવે છે કે તેલંગાણા માટે નિઝામાબાદ બેઠક ખૂબજ સેફ સીટ છે પરંતુ હાલ તે સીટના ઉમેદવારોની સામે ખેડૂતો મેદાન આવ્યા છે જેમાં ૧૮૫ ઉમેદવારોની સામે નિઝામાબાદ બેઠક ઉપર ૧૭૯ ખેડૂત ઉમેદવારો તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી સામે ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક સામાજિક, આર્થિક અને રાજકારણ માટેનું આબેહૂબ ચિત્ર બન્યું છે. કહેવાય છે કે ટીડીપી પક્ષ તે કટ્ટર પક્ષ છે જેને લઇ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પક્ષ સાથે બેઠુ છે ત્યારે જે રીતે ખેડૂતોને હળદર અને જુવાર માટે પોષણક્ષમ ભાવ આપવાના વાયદાઓ કર્યા હતા તેને હજુ સુધી પૂરા કરવામાં આવ્યા નથી.
નિઝામાબાદ બેઠક સામાજીક, આર્થિક અને રાજકારણનું આબેહુબ ચિત્ર બની રહ્યું છે. નિઝામાબાદ બેઠક ઉપર અનેકવિધ પ્રકારનાં વિરોધો જોવા મળે છે. ૧૮૫ ઉમેદવારો ૧૧ એપ્રીલના રોજ યોજવામાં આવેલી ચુંટણીમાં તે ભાગ લેશે ત્યારે આ બેઠકના ખેડુતોએ પોતાનો વિરોધ દર્શાવવા તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરની દિકરીની સામે એક સાથે ઉમેદવારી નોંધાવી છે. આ ખેડુતોની માંગણી છે કે, તેમની ખેત ઉપજો જેવી કે હળદર અને જુવારના ટેકાના ભાવે સરકારે ખરીદી કરી નથી અને એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે, તેમના માટે ટર્મરીક બોર્ડનું પણ ગઠન કરવામાં આવશે ત્યારે સરકાર દ્વારા જે લોભામણી જાહેરાતો કરવામાં આવી છે તે જોતાં નિઝામાબાદ લોકસભા બેઠકના ૧૮૫ ઉમેદવારોમાંથી ૧૭૮ ઉમેદવારો ખેડુતો છે અને તેમને જે મુશ્કેલીઓ પડી રહી છે તેના વિરોધમાં તે તેલંગણાના મુખ્યમંત્રીની દિકરી સામે ઉભા થયા છે.
તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પુત્રી કલ્વકુંતલા કવિતાએ થોડા દિવસ પહેલા એક ચુંટણીસભામાં કહ્યું હતું કે, તેલંગણાના ૧૦૦૦ ખેડુતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુઘ્ધ ચુંટણી લડવી જોઈએ જેથી વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષને ખરી વાસ્તવિકતાથી અવગત થાય અને તેઓને માહિતી પણ મળે કે ખેડુતોની હાલત કેટલી ખરાબ છે. કવિતા નિઝામાબાદ બેઠક પરની લોકસભાની સભ્ય છે અને ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ફરી એકવાર પિતાના પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિની ટીકીટ પર ચુંટણી લડી રહી છે. એવું પણ લાગે છે કે ખેડુતોએ તેમના આહવાનને ગંભીરતાથી સહેજ પણ લીધું નથી.
તેમણે ૧૧૦૦ કિલોમીટર દુર જવાના બદલે પોતાના ઘર નિઝામાબાદથી જ નામાંકનપત્ર ભરી લીધા છે. જેથી પરીણામ સ્વ‚પે ૧૭૯ ખેડુતો ચુંટણીમાં ઉભા રહ્યા છે. જયારે નિઝામાબાદ બેઠક પર કુલ ૧૮૫ ઉમેદવારો છે. ખેડુતો કે જે નિઝામાબાદ બેઠક પરથી ચુંટણી લડે છે તેમનો મુખ્ય હેતુ એ છે કે તેમને પડતી મુશ્કેલી સરકારના ધ્યાન પર આવે. નિઝામાબાદ બેઠકની જો વાત કરવામાં આવે તો આ ગામમાં હળદર અને જુવારનું ઉત્પાદન ખુબ જ વધુ છે ત્યારે હળદરનું કામ ખુબ જ ઓછું થઈ ગયું છે. જેમાં એક એકર જમીન પર તેમને ૪૦ હજારનું નુકસાન થવા માંડયું છે.
કહેવામાં આવે છે કે, તેલંગણાના ખેડુતો પોતાના વિદ્રોહી અને સતાવિરોધી વલણ માટે જાણીતા છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરવા માટે જાહેરાત કરી હતી પરંતુ તે હજી સુધી શકય બન્યું નથી. તેલંગણામાં દેશની કુલ હળદરનો ૧૩ ટકા પાક ઉતરે છે ત્યારે આ ખેડુતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે, રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરાય અને હળદર તથા જુવારના લઘુતમ ટેકાના ભાવ પણ નકકી કરાય. એક કવીન્ટલ હળદરનું ઉત્પાદન કરવાનો ખર્ચ ખેડુતોને ૭ હજાર ‚પિયાનો થાય છે પરંતુ મંદીમાં પ્રતિ કવીન્ટલ તેને માત્ર૫ હજાર ‚પિયા જ મળે છે ત્યારે આ પરિસ્થિતિથી સરકારને અવગત કરાવવા નિઝામાબાદ બેઠક પર ૧૮૫ ઉમેદવારમાંથી ૧૮૯ ખેડુતો ચુંટણી લડી રહ્યા છે.
આખા દેશમાં લોકસભાની ચુંટણી ઈવીએમ દ્વારા યોજાઈ રહી છે ત્યારે તેલંગણાની નિઝામાબાદ બેઠક પર ચુંટણી બેલેટ પેપર દ્વારા કરાવી પડે તેવી હાલત ઉભી થઈ છે. ઈવીએમ દ્વારા વધારેમાં વધારે ૬૪ ઉમેદવારોની ચુંટણી કરાવી શકાય ત્યારે ૧૮૫ ઉમેદવારો માટે શું વ્યવસ્થા કરવી તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવીત થયો છે ત્યારે નિઝામાબાદ બેઠક માટે ચુંટણીપંચને ૩૫ કરોડનો ખર્ચો થશે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. જયારે નિઝામાબાદ બેઠક માટેના તમામ મતદાન મથકો ઉપર ૧૨-૧૨ ઈવીએમ મશીન મુકવામાં આવશે તેવો ચુંટણીપંચે પણ નિર્ધાર કર્યો છે.