ફુગાવો વધી રહ્યો છે જેને હિસાબે વ્યાજદરોમાં વધારો થઈ રહ્યો છે :પરેશ વાઘાણી
ભારતીય શેરબજાર પર અત્યારે વ્યાજદરો ની વધારાની નેગેટિવ અસર જોવા મળી રહી છે.બેન્કો માં વ્યાજદરો વધી રહ્યા હોય રોકાણકારો બજારમાંથી નિવેશ હટાવી રહ્યા છે. અથવા તો નવું રોકાણ શેરબજાર માં કરવાના બદલે ફિક્સડ ડિપોઝિટ પર ફરીથી રોકાણ તરફ વળ્યા છે. છેલ્લા ચાર – પાંચ વર્ષ થી જે રીતે બેન્કોના વ્યાજ ઘટતા જતા હતા તેને લઈને રોકાણકારો બેન્ક ડિપોઝિટ માંથી નીકળી અને વધુ વળતર મેળવવા શેરબજાર તરફ વળ્યા હતા પરંતું છેલ્લા છ – આઠ મહિનાથી વ્યાજદરો માં આવી રહેલા ઉંછાળા ને લઈને ફરીથી એકવગ્ર બેન્ક ડિપોઝિટ તરફ ઝુક્યો છે. આમ જોવા જઈએ તો ધીમે – ધીમે બેન્કના વ્યાજદરો ઘણા વધી ગયા છે. અને એક ફીક્ષ્ – સુરક્ષીત ઇનકમ તરફ રોકાણકારો વળી રહ્યા છે. જેને હિસાબે શેરબજાર પર પણ એની અસર જોવા મળી રહી છે.
પ્રાયમરી માર્કેટમાં પણ નવા આઈ પી ઓ આવવાનું પ્રમાણ ઘટતું જ જોવા મળી રહ્યું છે. આમય તે ખાસ કરીને મેઇન બોર્ડ ના આઈ પી ઓ તો મહિને માંડ બે – ચાર આવી રહ્યા છે. એસ એમ ઈ આઈ પી ઓ ની વણઝાર જોવા મળી રહી છે. પરંતુ એસ એમ ઈ આઈ પી ઓ ની સાઈઝ ખુબજ નાની હોય છે. જેના હિસાબે એસ એમ ઈ આ પી ઓ મલ્ટીપલ્ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થઈ જતા હોય છે. વ્યાજદરો ના વધારાની સાયકલ ફરીથી રિવઁસ થશે અને એક તબક્કે વ્યજદારો માં ઘટાડો પણ શરુ થશેજ કારણકે વ્યાજદરો માં વધારાથી સૌથી વધુ જે નેગેટિવ ઈમ્પેક્ટ જોવા મળતી હોય તો તે રીયલ એસ્ટેટ અને ઓટો ઈંડસ્ટ્રીઝ્મા જોવા મળે છે. કારણકે વ્યાજદરો વધતા દરેક લોન મોંઘી થતી જાઈ છે. અને સરવાળે ઉદ્યોગો ને નેગેટિવ અસર કરે છે.
આવનારા બે ક્વાટર એટલેકે સપ્ટેમ્બર 2023 સુધી માર્કેટમાં થોડું પ્રેસર જોવા મળશે. જેવા વ્યાજદરો સ્થિર થશે એટલે ફરીથી બજાર ધમધમતું થશે. અને એપ્રિલ – મે થી જ આઈ પી ઓ નું બજાર એટલેકે પ્રાયમરી માર્કેટ પણ નવા અનેક આઈ પી ઓલઈને આવી રહ્યું હોય બજાર માં ફરીથી રોનક જોવા મળશે. શેરબજાર ના વેલ્યુએશન પણ વ્યાજબી થવાથી એક નવો વર્ગ બજારમાં રોકાણ કરવા પ્રેરાશે અને મ્યુચ્યુલ ફંડ દ્વારા અને ડાયરેક્ટ માર્કેટમાં પણ નવા રોકાણો આવશે તેમાં કોઈ શંકા નથી. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર નજીક ના ભવિષ્ય માજ્ વ્યાજ દરો માં સ્થિરતા જોવા મળશે. પ્રાયમરી માર્કેટમાં પણ એક – બે મહિનામાંજ નવા મેઇન બોર્ડ ના ઘણા આઈ પી ઓ આવશે અને બજારમાં ફરીથી નવું રોકાણ રોકાણકારો કરશે.
આવનારા દિવસોમાં ફરી તેજી જોવા મળશે અને રોકાણકારો નો વિશ્વાસ શેરબજાર માં ફરીથી જોવા મળશે તેમાં કોઈ શંકા નથી.તેમ શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘણીએ જણાવ્યું છે.