ડિજિટલ રિટેલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા રિઝર્વ બેંક ઈન્ડિયા દ્વારા લેવાયો નિર્ણય

એનઈએફટી અને આરટીજીએસ દ્વારા નારા ટ્રાન્જેકશન પર કોઈપણ જાતનો ચાર્જ લેવામાં ન આવે તે પ્રકારનો આદેશ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને આપ્યો છે.જો કે કેટલીક બેંકો અગાઉી જ આ પ્રકારના ટ્રાન્જેકશનને વિનામુલ્યે જાહેર કરી ચૂકી છે ત્યારે આગામી મહિનાી જે બેંકો એનઈએફટી અને આરટીજીએસના માધ્યમથી  થતાં ઓનલાઈન ટ્રાન્જેકશન મામલે ચાર્જ વસુલશે નહીં.

ડિજીટલ રિટેલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરબીઆઈનો આ નિયમ આગામી તા.૧લી જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં આવશે. એનઈએફટી અને આરટીજીએસ ટ્રાન્જેકશનની પ્રોસેસીંગ ઉપર આરબીઆઈ અત્યાર સુધી ચાર્જ લેતી હતી. જેને ગત જુલાઈ મહિનામાં બંધ કરી દેવાયું છે.આ ચાર્જ બંધ કરવાનો ફાયદો લોકો સુધી પહોંચે તેવી ઈચ્છા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છે. જેના અનુસંધાને આરબીઆઈ દ્વારા આ આદેશ અપાયો છે.અલબત એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ જેવી બેંકો તો એનઈએફટીને અગાઉી જ ફ્રિ જાહેર કરી ચૂકી હતી.

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ યોનો ઘણા સમયી ઈન્ટરનેટ બેન્કિંગ તા મોબાઈલ બેન્કિંગના ગ્રાહકો પાસેી આઈએમપીસી, આરટીજીએસ અને એનઈએફટી દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેકશન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી. આવી જ રીતે એચડીએફસી બેંક પણ એનઈએફટી ટ્રાન્જેકશન ઉપર ચાર્જ ઉઘરાવતી નથી. અગાઉ આરબીઆઈના આદેશ મુજબ રૂપિયા ૧૦,૦૦૦ ફંડ ટ્રાન્સફર પર રૂપિયા ૨.૫ની ઉઘરાણી તી હતી. રૂપિયા ૧૦,૦૦૧ી રૂપિયા ૧,૦૦,૦૦૦ સુધીના ફંડ ટ્રાન્સફર પર રૂપિયા ૫ અને  રૂપિયા ૧,૦૦,૦૦૦ કે તેી વધુના ફંડ ટ્રાન્સફર પર રૂપિયા ૧૫ વસુલવામાં આવતા હતા. જ્યારે રૂપિયા ૨ લાખ કે તેનાી વધુના ટ્રાન્સફર પર રૂપિયા ૨૫ની ઉઘરાણી થતી હતી.

7537d2f3 14

થોડા સમય પહેલા આરબીઆઈએ એનઈએફટી ટ્રાન્જેકશન પર સાતેય દિવસ અને ૨૪ કલાક થાય તે પ્રકારની વ્યવસ ગોઠવી હતી. જેના પરિણામે હવે લોકો વર્ષના ૩૬૫ દિવસ એનઈએફટી ટ્રાન્જેકશન કરી શકે છે. ભૂતકાળમાં એનઈએફટી ટ્રાન્જેકશન કામકાજના દિવસો દરમિયાન સવારે ૮ થી  સાંજે ૬ વાગ્યા સુધી જ થઈ શકતું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.