નીટની પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણનું પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવારથી NTAની વેબસાઇટ પર શરૂ થશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ nta.ac.in અથવા ntaneet.nic.in ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.

દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ બતાવવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.