પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ NBE દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને પરિણામ જોઈ શકે છે. આ વર્ષે, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને NEET PG પ્રવેશ પરીક્ષા 5 માર્ચે લેવામાં આવી હતી.

કેવી રીતે તપાસવું પરિણામ ??

NEET PGનું પરિણામ તપાસવાના માટે પરિણામની લિંક સત્તાવાર વેબસાઇટ natboard.edu.in ના હોમ પેજ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે . ઉમેદવારોએ પરિણામ જોવા માટે લિંકની મુલાકાત લઈને તેમની લોગિન વિગતો દાખલ કરવાની રહેશે. તે પછી પરિણામ તેમની સ્ક્રીન પર દેખાશે. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેને સાચવી શકે છે અને તેની પ્રિન્ટઆઉટ પણ લઈ શકે છે.

NEET PG 2023નું પરિણામ જાહેર થતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને શુભકામના આપતા જણાવ્યું હતું કે પરિણામમાં પાસ જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. NBEMS એ ફરીથી સફળતાપૂર્વક NEET-PG પરીક્ષા યોજીને અને રેકોર્ડ સમયમાં પરિણામ જાહેર કરીને એક મહાન કાર્ય કર્યું છે. હું તેમના પ્રયત્નોની પ્રશંસા કરું છું!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.