દેશભરમાં ૧૩ લાખ ઉમેદવારો આપશે પરિક્ષા નીટની નીચી ટકાવારીથી મેડિકલમાં ઓછા પર્સન્ટેજવાળા વિદ્યાર્થીઓને માટે સરળતા

મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે સીબીએસઈ દ્વારા દર વર્ષે નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જે આ વખતે ૬મે એટલે કે આવતીકાલે યોજનાર છે. દેશભરમાં ૧૫૦થી વધુ પરિક્ષા કેન્દ્રો પર નીટ લેવામાં આવશે અને ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.

નીટને લઈને સીબીએસઈ મહત્વના નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં સીબીએસઈ એ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવાના છે.તેઓએ પરિક્ષા કેન્દ્ર પર સ્લીવલેસ શર્ટ પહેરવાનો રહેશે એટલે કે પરિક્ષા વેળાએ ફુલસ્લીવ શર્ટ વિદ્યાર્થીએ પહેરવાનો નહિ આ ઉપરાંત પટ્ટો, ઘડીયાળ, ટોપી સહિતની કોઈપણ પ્રકારની અન્ય સામગ્રી પરિક્ષા કેન્દ્ર પર સાથે લઈ જઈ શકાશે નહિ આ ઉપરાંત, સીબીએસઈએ નિર્દેશ આપ્યા છે કે, જે વિદ્યાર્થીઓ પાઘડી, બુર્કા પહેરે છે. તેઓએ એક કલાક વહેલુ પહોચવાનું રહેશે કે જેથી કરીને તેમની વ્યવસ્થિત તલાશી લઈ શકાય. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ સહિતના કોઈ પણ ઈલેકટ્રોનીક સાધનો પરીક્ષા કેન્દ્ર પર માન્ય ગણાશે નહિ, જણાવી દઈએ કે, પરિક્ષા માટે તમામ વિદ્યાર્થીઓનાં એડમીટ કાર્ડ પણ જારી થઈ ગયા છે. જેને વિદ્યાર્થીઓ ભબતયક્ષયયિ.ંક્ષશભ.શક્ષ પર જઈ ડાઉનલોડ કરી શકશે

આ પરિક્ષામાં જીવ વિજ્ઞાન (જંતુ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાન), ભૌતિક વિજ્ઞાન તથા રસાયણ વિજ્ઞાનનાં પેપર લેવામાં આવે છે? દેશભરમાં ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ આવતીકાલે નીટ આપશે જેના પરિણામો ૫ જૂન, ૨૦૧૯ના રોજ જાહેર થશે.

૬મેના રોજ નીટ યોજાનાર છે. આ વખતે નીટમાં કટઓફ માર્કસને લઈ વિદ્યાર્થીઓને રાહત મળે તેવી શકયતા છે. પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ કોર્ષોમાં પ્રવેશ માટે કટઓફની ટકાવારી ૫૦ થી ૩૫એ પહોચી છે. આ ઘટાડાથી ઓછા પર્સન્ટેજ વાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે. ગુજરાતમાં આ વખતે અન્ય ૯૦૦ નવા ઉમેદવારો નોંધાયા છે કે જેઓ પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ અને ડેન્ટલ કોર્ષોમાં પ્રવેશ મેળવવા સક્ષમ છે.

પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શુક્રવારથી ચાલુ થયો હતો જે હવે રવિવારના રોજ પૂર્ણ થઈ જશે.

નીટની કટઓફ ટકાવારી ઘટતા દેશમાં ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ગેરલાયકમાંથી લાયક થયા છે.જયારે ગુજરાતની વાત કરીએ, તો આ રેશીયોમાં ૯૦૦ નવા ઉમેદવારો નોંધાયા છે.

રાજકોટના ૨૧ હજાર પરીક્ષાર્થીઓ નોંધાયા

અંડર ગ્રેજયુએટ મેડીકલ કોર્સમાં પ્રવેશ માટેની એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ આવતીકાલે લેવાનાર છે. ત્યારે આ વર્ષે નીટ આપનારની સંખ્યામાં સવા બે લાખનો વધારો થયો છે.દેશમાં ૧૩,૨૬,૬૨ પરીક્ષાર્થી, ગુજરાતમાં ૯૦ હજાર પરીક્ષાર્થી અને રાજકોટમાં નીટ માટે ૨૧ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને સવારે ૭.૩૦ વાગ્યે એન્ટ્રી અપાશે. ત્યારબાદ ૭.૩૦ થી ૯.૪૫ સુધી એડમિટ કાર્ડ ચેક થશે. ૯.૪૫ વાગ્યે ટેસ્ટ બુકલેટ વિતરણ, ૯.૫૫ વાગ્યે બુકલેટ આન્સર સીટ ભરવાની રહેશે અને ૧૦ વાગ્યે પરીક્ષા શરૂ‚ થશે અને ૧ વાગ્યે પુરી થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.