પરીક્ષાર્થીને નજીકનું એકઝામિનેશન સેન્ટર જાણવા એપ લોન્ચ કરાઈ
નીટ-૨૦૧૭ વધુ ૨૩ સીટીમાં લેવાશે. આ માટે નજીકનું સેન્ટર શોધવા છાત્રો માટે એપ લોન્ચ કરવામાં આવી છે. નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ હવે કુલ ૧૦૩ સેન્ટરમાં લેવાશે. અત્યાર સુધી નીટ ૮૦ સેન્ટરમાં લેવાતી હતી. જેમાં ૨૩નો ઉમેરો થયો છે. એચ.આર.ડી. મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે નીટ એ મેડીકલ એન્ટરન્સ ટેસ્ટ છે. જે સીબીએસઈ યોજે છે અને તેને બેટર રીસ્પોન્સ મળે છે.તેથી અમે સીટી સેન્ટરો વધારવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે આગળ જણાવ્યું હતું કે, હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈન મુજબ અમે નિર્ણય લીધો છે. ૮૦ સીટીમાં ૨૩ સીટીનો ઉમેરો થતા નીટના પરીક્ષાર્થીઓને સુવિધા મળી રહેશે. કેમ કે તેમને નજીકના એકઝામ સેન્ટરની ચોઈસ રહેશે. નીટની પરીક્ષા આપવા માટે સીબીએસઈની વેબસાઈટ પર જઈને નવા સેન્ટરની યાદી જોઈ લેવી. ઉલ્લેખનીય છે કે ૭ મે એ ૧૦ ભાષામાં નીટની પરીક્ષા લેવાશે. જેમાં હિંદી, ઈંગ્લીશ આસામી બંગાલી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, ઉડીયા અને કન્નડ ભાષા સામેલ છે. હેલ્થ મિનિસ્ટર જે.પી.નડ્ડાએ કહ્યું કે અમે પ્રાદેશિક ભાષાનો સમાવેશ કર્યો છે. સાથોસાથ એકઝામીનેશન સેન્ટર પણ વધારી દીધા છે. ૨૦૧૬ કરતા ૨૦૧૭માં નીટની પરીક્ષા માટે વધુ રજીસ્ટ્રેશન થયું છે.