જળ એજ જીવન અભિયાન ચલાવતા ભાઈ-બહેનનું નવુ સોપાન

છેલ્લા ઘણા સમયથી જળ એ જ જીવન એ અભિયાન સાથે ” બચાવો ” અભિયાન  ચલાવતા ભાઈ બહેન નીલ અને વ્રીતીકા એ પ્રકૃતિ માટે પણ શુ  સારું થાય તેવું  સતત વિચારતા રહે છે તો તેમને જોયું કે ધણી વખત આપડે ખુબ નાના છોડ ને પાણી ન આપતા તે તરત જ મૂર્જાય જાય છે તે પરથી તે બંનેને ને વિચાર આવિયો કે ઘણીવાર વૃક્ષારોપણ આપણે એવી જગ્યાએ જ કરીએ છીએ જ્યાં  પાણી જલ્દી આપી શકાતું નથી. તેમજ ખાલી જગ્યા હોય ત્યાં કરીએ છીએ જયાં પાણી જલ્દીથી પોહાચતું નથી. તો શરૂઆત માં આ કુંડા ની પધ્ધતિ ખુબ જ ઉપયોગી થાશે.

જે આપડે વૃક્ષારોપણ કરીએ છીએ જે ફોટા પાડીએ તે લગભગ 70 થી 80%સક્સેસ ન જાય શહેર માં તો અમુક સંસ્થાઓ પિંજરા મૂકીને એવું બનાવી ને કાળજી રાખે છે  અને  પ્રકૃતિ નું ધ્યાન રાખે છે. આમ બંને બાળકો એ થોડા સમય સુધી માટી ના કુંડા  નું સતત નિરીક્ષણ કરી એવું કુંડુ  વિકસાવવા નું વિચાર્યું કે જેથી તમે  જો તે કુંડા માં કોઈ છોડ રોપો તો તેમાં તમારે પાણી આપી દીધા બાદ ફરી 20 થી 25 દિવસે પાણી આપવું પડે અને તે ઝાડ નું જતન કરે ગામડાઓમાં અને અંતરિયાળ જગ્યાઓ માં આ કુંડા  ખુબજ ઉપયોગી સાબિત થશે .

ઉપરાંત હસ્તકલા અને માટીકામ  કરતા સમાજ ના લોકો ને પણ અઢળક રોજગારી ઉભી થશે. લોહાણા મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ સમિતિ પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણી  પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે ઊંડો  સ્નેહ ધરાવે છે.તેમજ નીલ-વ્રીતીકા ને યોગેશ પોપટ, સુમિત કારિયા , ભાર્ગવ મજેઠીયા અને ભગવાનદાસ બંધુ બનાસકાંઠા નો પણ ખુબ સહયોગ મળી રહ્યો છે .

પ્રકૃતિ માટે લોહાણા મહાપરિષદ ની “પર્યાવરણ સમિતિ ના પ્રમુખ કિરીટભાઈ ભીમાણી ખુબજ કામ કરે છે. અને આવું કાર્ય કરતા લોકોને સતત પ્રોત્સાહન પૂરું પાડે છે.  અને અન્ય સમાજે પણ પ્રેરણા લઇ પોતાના સમાજ ની  પર્યાવરણ સમિતિ બનાવી જોઈએ. જો કોઈ ને આ મેજિક કુંડા ખરીદવા હોય તો બાલુભાઈનો  સંપર્ક :9316079971,9510490798.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.