હિંમતનગરના સાયકલિસ્ટ દ્વારા અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હિંમતનગરના કાટવાડના વતની નીલ અરવિંદભાઈ પટેલે 600 કિલોમીટરની રેસ 39 કલાકમાં પૂર્ણ કરી પ્રસિદ્ધિ મેળવી છે, જે આગામી સમયમાં પેરિસ ખાતે યોજાનાર સુપર રેડીયો નીયરનું ટાઈટલ મેળવવા 1200 કિલોમીટર સાઇકલિંગમાં ભાગ લઈનું પ્રતિનિધિત્વ કરશે.

હિંમતનગરના કાટવાડના વતની નીલ અરવિંદભાઈ બાળપણથી જ સાઈકલનો શોખ ધરાવે છે, તેમ જ હાલમાં જ 600 કિલો મીટરની અલ્ટ્રા endurance rideનું ટાઇટલ પોતાના નામે કર્યું છે, હાલમાં રોજના પાંચ કિલોમીટર સાઇકલિંગ કરે છે, તેમજ સપ્તાહમાં એક વાર સો કિલોમીટર સુધી સાઈકલિંગ કરે છે. જો કે તાજેતરમાં નીલ અરવિંદભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈ ગાંધીનગર સુધી સાઈકલિંગ કરી 600 કિલોમીટરનું અંતર 39 કલાકમાં કાપી રાજ્ય કક્ષાએ મેડલ હાંસલ કર્યો છે. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પણ નીલ અરવિંદભાઈ પટેલ પ્રસિદ્ધિનું કારણ બન્યા છે. જોકે તેની પાછળ સૌથી મહત્વનો બાદ તેમના પિતા અરવિંદભાઈનું રહેલું છે. તેમના પિતાનું માનવું છે કે, ભગવાનની સૌથી મોટી દેન એ શરીર છે, જો શરીર મજબૂત હોય તો પૈસા પાછળ દોડવાની જરૂરિયાત નથી પૈસા સામેથી આવશે અને શરીરને મજબૂત રાખવા માટે કસરત મહત્વનું પરિબળ છે. ત્યારે કસરત માટે સાઇકલિંગ પાયાનું પરિબળ સાબિત થતું હોય છે. જેના પગલે પિતાની પ્રેરણાની આધારે નીલ અરવિંદભાઈએ ભુજના પાંચ કિલોમીટરથી લઈ સપ્તાહમાં સો કિલોમીટર સુધી સાયકલિંગની શરૂઆત કર્યા પગલે આજે તેમની પ્રસિદ્ધિ પેરિસ સુધી પહોંચી છે. ત્યારે સાબરકાંઠાનું ગૌરવ આગામી સમયમાં પેરિસમાં યોજાનાર 1200 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં ભાગીદાર બનશે અને તેમના પિતાનું નામ હતું. પેરિસમાં યોજાનારી આ સ્પર્ધામાં પણ તેમનો મેડલ નિશ્ચિત છે.

જોકે સાયકલિંગથી શરીર મજબૂત બનેએ તો મહત્વની બાબત છે. જ પરંતુ માનવ શરીરની સાથોસાથ મૌન પણ મજબૂત બને તે જરૂરી છે અને નીલ અરવિંદભાઈએ આ બાબતને પાયામાં સ્વીકારી નિયમિત સાયકલિંગને પગલે પેરિસ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. તેમની શરૂઆતમાં પાંચ કિલોમીટરથી સાયકલિંગની શરૂઆત કરી હતી. તેમની શરૂઆતમાં શારીરિક તકલીફને પગલે કસરત કરવાનું શરૂ કર્યું હતું. જો કે નિયમિત કસરત કરવાના પગલે શારીરિક તકલીફો દુર થવાની સાથોસાથ શરીર મજબૂત બની અને તેમના પિતાની વાત સાર્થક થતી લાગતાં તેમને સાયકલિંગને પોતાના કેરિયર તરીકે સ્વીકારવામાં સફળતા મેળવી શક્યા જોકે આટલેથી ન અટકતા છેલ્લા કેટલાક સમયથી તેઓ નિયમિત પોતાની સાયકલિંગ યથાવત રાખતા હવે ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાતી થી પાટીદાર બનવાના છે. 2023માં પેરિસ ખાતે યોજાનાર 1200 કિલોમીટર ની સાઇકલ સ્પર્ધા માટે ગુજરાત વતી તેમની પસંદગી થઈ છે જે આગામી સમયમાં પેરિસ ખાતે સફળતાપૂર્વક મેડલ જીતવાની આશાવાદ વ્યક્ત કર્યો છે.

જો કે નિયમિતતાથી કરેલો પ્રયાસ સફળતા અપાવી જ છે. તે ફરી એકવાર નીલ અરવિંદભાઈએ સાબિત કરી છે. ત્યારે આગામી સમયમાં સમગ્ર દેશ કક્ષાએ ગુજરાત સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન થાય તેમજ તેમનો પ્રયાસ સફળ બને તેવી હાલમાં સૌ કોઈ અભ્યર્થના કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.