વડાપ્રધાન મોદીનું ટ્રમ્પ દ્વારા ભાવભર્યું સ્વાગત: આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદના ખાત્મા મૂદે સહમત થયા છે. વિશ્ર્વ ઉપરથી આતંકવાદનો ઓછાયો દૂર કરવો સૌથી વધુ જ‚રી હોવાનું બંને વૈશ્ર્વિક નેતાઓએ સંયુકત નિવેદનમાં કહ્યું છે વડાપ્રધાન મોદીનો પાંચમો અમેરિકા પ્રવાસ અમેરિકા સાથે સંબંધો વધુ ગાઢ બનાવે તેવી આશા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીનું વાઈટ હાઉસમાં ભાવભીનું સ્વાગત કર્યું હતુ. બેઠકમાં અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વની ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીટીંગ દરમિયાન કહ્યું હતુ કે, તમારા દેશ અને લોકોને હું હંમેશથી વખાણુ છું પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે મને માન છે. વિશ્ર્વના સૌથી મોટા લોકતંત્ર દેશના નેતાનું સ્વાગત કરવું મા‚ સૌભાગ્ય છે.
તેમણે ઉમેર્યું હતુ કે, ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપી અર્થતંત્ર છે. અમને આશા છે કે અમે તમારી સાથે થઈ જશું ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ અને ભ્રષ્ટાચાર સામે લડાઈ તમા‚ સા‚ વિઝન છે. ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા ભાગીદારી સૌથી મહત્વની છે. બંને દેશો આતંકવાદના ભરડામાં ફસાયા છે. માટે બંને દેશો આતંકવાદના ખાત્મા માટે પ્રયત્નશીલ છે.
આવતા મહિને હિંદ મહાસાગરમાં ભારત, અમેરિકા અને જાપાનની નેવી યુધ્ધ અભ્યાસ કરવાની હોવાનું પણ ટ્રમ્પે ઉમેર્યું હતુ. આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા સ્થળોનો સંયુકત રીતે નાશ કરવાનું ફરી ટ્રમ્પે પાકિસ્તાન સહિતના દેશો ઉપર આડકતરો નિશાનો સાધ્યો હતો.
ભારતમાં વેપાર ખેડવા ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર મહત્વનો મુદો છે. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતમાં અમેરિકાની નિકાસ માટે નિયમો હળવા કરવામાં આવે તેવી ઈચ્છા વ્યકત કરી છે અમેરિકાની નિકાસ વધારવા અને ઘર આંગણે રોજગારીના સર્જન માટેનું વચન ટ્રમ્પે ચૂંટણીમાં આપ્યું હતુ જે ભારતની મદદથી પૂર્ણ કરવાની તૈયારી ટ્રમ્પની બંને વૈશ્ર્વિક નેતાઓ સોશ્યલ મીડિયામાં સૌથી વધુ ફોલોવર ધરાવે છે મોદીના પ્રવાસ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતને ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સી.૧૭ આપવાનો માર્ગ મોકળો થયો હોવાનું કહ્યું છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનું ડિનર ઐતિહાસીક બની ગયું છે.
ભારતમાં ટેક કંપનીઓના પ્રવેશ માટે મોદીની લાલજાજમ
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકાની ટેક કંપનીઓ માટે ભારતના બજારમાં પ્રવેશ અર્થે લાલ જાજમ પાથરી છે. એપલના ટીમ કૂક, એમેઝોનના જેફ બેઝોસ અને ગુગલના સુંદર પીચાઈ તથા કીસ્કો’સના જહોજ ચેમ્બર્સ સહિતના વૈશ્ર્વીક કોર્પોરેટ વડાઓને ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોનાં પાયો ગણાવ્યો હતો. ભારતીય એપ ડેવલપરોએ એપલના એપ સ્ટોર માટે ગત વર્ષ કરતા ૫૭ ટકા વધુ એટલે કે ૧૦૦,૦૦૦ એપ્લીકેશન વિકસાવી હોવાનું ટીમ કૂકે કબુલ્યું છે. જયારે એમેઝોન ભારતમાં ૨૫,૦૦૦ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. મોદીના નેતૃત્વમાં વિદેશી રોકાણકારોને ભારતમાં વેપાર માટે આશાસ્પદ વાતાવરણ દેખાઈ રહ્યુ હોવાનું માનવામાં આવે છે.