સીસીસી અને સીસીડીસીના ઉપક્રમે હિસ્ટ્રી ઇન કોમ્પિટીટીવ એકઝામિનેશન એન્ડ હાઉ ટુ પ્રિપેર ફોર ઇન્ટરવ્યુ વિષયક કાર્ય શાળા યોજાઇ
કેરીયર એન્ડ કાઉન્સેલીંગ સેલ અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપક્રમે હિસ્ટ્રી ઇન કોમ્પીટીટીવ એકઝામિનેશન એન્ડ હાઉ ટુ પ્રીપેર ફોર ઇન્ટરવ્યુ વિષયક નિ:શુલ્ક કાર્યશાળાનું આયોજન સીસીડીસીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તાલીમાર્થીઓ માટે રાખવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં ઇતિહાસ વિષયના નિષ્ણાંત રાજસ્થાન યુનિવસિટીમાં અઘ્યક્ષ તરીકે કાર્યકરતા પ્રો. અનુરાધા માથુરે યુ.પી. એસ.સી. સ્ટાફ સિલેકશન કમિશન, રેલવે વગેરે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા જીપીએસસી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જીલ્લા પંચાયત વગેરે જેવી રાજય કક્ષાની દરેક પરીક્ષાઓમાં પ્રાદેશિક ઇતિહાસ અને રાજય તથા રાષ્ટ્ર કક્ષાના ઇતિહાસના જ્ઞાનનું મહત્વ સમજાય જુદા જુદા પુસ્તકોમાં પ્રાદેશીક સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા ઇતિહાસ અંગેના પ્રશ્ર્નોની ખુલ્લા મને ચર્ચા કરી હતી.
પ્રો. માથુરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી સરકારી નોકરી માટે કે મલ્ટીનેશનલ કક્ષાની નોકરીઓ માટે ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરી શકાય અને તે સંદર્ભે કઇ કઇ બાબતો ઘ્યાન પર રાખવી જોઇએ તે અંગે પણ રસપ્રદ માહીતી આપેલ હતી.
કાર્યશાળા ઉદધાટન સત્રમાં ઇતિહાસ ભવનના અઘ્યક્ષ અને સીન્ડીકેટ સદસ્ય પ્રો. પ્રફુલ્લાબેન રાવલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.